________________
૧૮૯
ઊભી કરી તેમજ શ્રમજીવી માટે મહાજન મૂક્યું. આજે શહેરોમાં જે શ્રમજીવી વર્ગ છે તેનું સંધાન ગામડાંના શ્રમજીવી સાથે થઈ જાય તો તેઓ આગળ આવી જાય. આજના વેપારીઓનું લક્ષ્ય મોટે ભાગે ધન તરફ ગયું છે. સદ્દભાગ્યે ગામડામાં હજુ કેટલીક વ્યવસ્થા ટકી રહી છે. તેને લાભ લેવાય તો આજની વ્યવસ્થામાં બહુ મોટો ફેર પડશે. આજે સંગઠનને યુગ છે અને લોકસંગઠનમાં જનસંખ્યા સામે જોવાય છે. એ રીતે સંખ્યા ગામડામાં વધુ છે. જે તેમના સંગઠને કરી દેવાય છે તે વિશ્વમાં ભારે અસર કરનારાં નીવડે.
આજે નવા બ્રાહ્મણે રૂપી સર્વસેવાસંધ અને પ્રાયોગિક સંધોનાં સંગઠને થયો. નવા ક્ષત્રિય તરીકે કોંગ્રેસ છેજ. વૈશ્ય અને શુદ્રનાં સંગઠનની રચના તરફ ધ્યાન અપાય તો વર્ણવ્યવસ્થાના નવા વળાંકને સમતલ બરાબર સચવાઈ જાય. નવી આશ્રમ વ્યવસ્થા :
વર્ણવ્યવસ્થા સાથે આશ્રમ વ્યવસ્થા એટલે કે તૈયારી શિક્ષા દીક્ષાનું પણ એટલું જ મહત્વ છે. પહેલાં આપણે ત્યાં ગુરુકુળ હતા. ત્યાં બાળકો રહેતા અને અભ્યાસ કરતા. બ્રાહ્મણ પિતે ભણતા અને તેમને ભણાવતા. પણ આ કાળમાં વૈશ્ય કે શૂદ્રોને ભણાવવાને કયાંયે ઉલ્લેખ મળતો નથી. બુદ્ધ અને મહાવીરને કાળ આવ્યા. તે વખતે પણ શુદ્રનાં બાળકોને શિક્ષણ અપાયું નથી. કેવળ બ્રાહ્મણ અને ક્ષત્રિયો વચ્ચે સંસ્કાર પામવાને અધિકાર ચાલત; બન્ને મળીને રાજ્યની વ્યવસ્થા સાચવતા, ન્યાય આપતા અને રક્ષણ પણ કરતા.
આજે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એટલે આપણે સત સ્વાવલંબનનાં કાર્યક્રમો ગામડાંમાંથી ઊભા કરીને વિશ્વ સમક્ષ મૂકવાં જોઈએ. આજે આશ્રમ વ્યવસ્થા જે વૈદિક ધર્મની મોટી દેણ છે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે પણ તેની છા૫ હજુએ જોવા મળે છે. જૂની ગુરુકુળ પ્રથાને આજે Residential School રૂપે જોઈ શકીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com