________________
૧૮૮
એવી જ રીતે ભગવાન કૃષ્ણ યુગપુરૂષ હતા. છતાં સુદામા જેવા - ગરીબ બ્રાહ્મણને માન આપી તેમણે પોતાની બરાબર બેસાડ્યો હતો. રાજા કરતાં પણ બ્રાહ્મણ મટે છે, એ તેમણે સાબિત કર્યું.
લોકક્રાંતિ કરવી હોય તે તે સત્તાધારા ન થાય પણ શિક્ષણ સંસ્કાર વડે લોકોને તૈયાર કરીને જ ક્રાંતિ થાય. પંડિતજી વિષે લોકોને ગમે તેટલો આદર છે. પણ ક્રાંતિની વાત રાજ્ય દ્વારા કરવાની વાત કરે છે ત્યારે તેમની મર્યાદા છે, એમ સમજવું જોઈએ. રાજયની સતા આવે એટલે કાયદાના પાલન માટે હથિયાર આપવા પડે. જે બ્રાહ્મણે અંકુશ ન રાખે તે સત્તા પિતાની માઝા મૂકી દે તે આપણે જોઈ ગયા છીએ. રમ, ગ્રીસ, ઈટાલી, યુરોપ વ. ને ઈતિહાસ આપણે જોઈ ગયા છીએ કે ધર્મગુરૂઓને પ્રભાવ રાજ્ય ઉપર ના પડે પણ રાજ્યની અસર એ બધા ઉપર પડી; પરિણામે સત્તાને પ્રભાવ વધવા લાગ્યો.
વૈદિક ધર્મો આ બધા કરતાં ઊંચી વસ્તુ આપી. તે વર્ણ વ્યવસ્થા. પણ જમાને બદલાયે. સત્તા અને મૂડી ઉપર આવી અને ગુણ નીચે ગયા. આજે શ્રમજીવીઓ વધારે છે એટલે તેમને યુગ છે. એક કાળે બ્રાહ્મણોને યુગ હત; રાજાઓ પણ તેમનું સન્માન કરતા. પછી ક્ષત્રિઓને યુગ આવ્યો. તેમને ગોબ્રાહ્મણ પ્રતિપાળ અને દેવવંશીની ઉપાધિ આપવામાં આવી. હવે વૈશ્ય અને શુદ્રોને જમાને આવ્યો છે. આખી દુનિયામાં મધ્યમ વર્ગ અને મજૂરોનું ચલણ વધતું જઈ રહ્યું છે. ન વળાંક આપવો જોઈએ :
કેટલાક કહે છે કે હવે વર્ણાશ્રમ વ્યવસ્થા પડી ભાંગી છે તેને ભંગારજ કરી નાખો. શરીરમાં રોગ થાય તે રોગને કાઢો જોઈએ પણ શરીરને ન કઢાય. આપણું સદ્ભાગ્યે ગાંધીજીએ આ આખી વ્યવસ્થાને ન વળાંક આપે છે. વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ ઉપર અંકુશ હોવો જોઈએ તેમજ શ્રદ્ધને પણ ન વળાંક આપવો જોઈએ. ગાંધીજીએ રચનાત્મક કાર્યકરોને -આ યુગના નવા બ્રાહ્મણે ગણ્યા. કોંગ્રેસને તેમણે નવી ક્ષત્રિય સંસ્થા રૂપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com