________________
કેટલાંક વિવાહિત થઈને પણ આ કામમાં જિંદગી આપશે. સાધુ-સાધ્વીઓ સન્યાસીઓ આ નવી વર્ણ, આશ્રમ અને પુરૂષાર્થ વ્યવસ્થાના માર્ગદર્શક બની રહેશે.”
શ્રી. માટલિયા : સર્વાગી ક્રાંતિકારનું આ જ મુખ્ય લક્ષણ છે કે તેઓ ચૂંથાએલી વ્યવસ્થાને યોગ્ય રીતે ગોઠવે છે. કૃષ્ણયુગમાં આખા સમાજના તેઓ યુગપુરૂષ હતા. માટે શંખથી બ્રાહ્મણ; ચક્રથી કર્મચક્ર રૂપે અખંડ સેવક એવા શૂદ્ર (કારણ કે શૂદ્રનું સ્થાન વેદમાં ચરણમાં બતાવ્યું છે અને ચરણ પૂજારૂપે હોઈ શૂદ્રનું સ્થાન સમાજમાં વંદનીય ગણાય) ગદાથી ન્યાય રક્ષકક્ષત્રિય અને પવથી, લક્ષ્મી-વૈશ્ય એમ દરેક વર્ણના તે પૂજનીય બન્યા હતા. તે યુગે એટલાથી ચાલ્યું. આજના જગતની સુવ્યવસ્થામાં સાધુ-સાધ્વીઓએ માર્ગદર્શન આપવું પડશે. કારણ કે તેમણે વિશ્વ પર્યંતના ચોમેરનાં કામો ગોઠવવામાં પ્રાણું, પરિગ્રહ અને પ્રતિષ્ઠા, જે જ્ઞાનપૂર્વક હોમવાનાં છે તે ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માટે જ શક્ય છે.
(૧૪-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com