________________
પિટની અને જધાની અને શુદ્રને પગની ઉપમા આપી છે. આમ ચાર વર્ણ ભેગા થઈને સમાજરૂપી સંપૂર્ણ શરીર બને છે. પણ જે માથું કહે કે હું જ મેટું, હાથ કહે કે હું મોટ–પેટ કહે કે હું મારું અને પગ કહે કે મારા વગર ચાલી જ ન શકે; આમ કર્મેન્દ્રિો અને જ્ઞાનેન્દ્રિયો ઝઘડા કરવા લાગે, પણ એમાંથી આત્મા ને ચાલ્યો જાય તે બધાં નકામાં થઈ જશે. તેવી જ રીતે ચાર વર્ષની ઉત્પત્તિ એક બીજા સાથે મૂળ તત્વથી જોડાયેલી છે. આ વાત ખ્યાલમાં આવી જાય તે આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વેશ્ય, આ શુદ્ર એવા ભેદ, ઝઘડાઓ મટી જાય. ગુણ અને કર્મ પ્રમાણે જાતિ ગણવી જોઈએ. જુના સમયમાં બ્રાહ્મણ ક્ષત્રિયની કન્યા પરસ્પરમાં લેવાતી. બીજા વર્ગો વચ્ચે પણ રોટી-બેટી-વહેવાર ચાલુ હતું. એટલે બ્રાહ્મણના છોકરાને બ્રાહ્મણનું કામ ફાવે પણ બીજા વણનું કામ ન કરી શકે એવું નથી. વર્ણ ફરતા રહ્યા છે. બ્રાહ્મણને છોકરે બ્રાહ્મણ, ક્ષત્રિયને છોકરે ક્ષત્રિય, ડોકટરને
કર ડોકટર, વકીલને છેકરે વકીલ જ હેય; એવું કંઈ નથી! કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, પરશુરામ વ. બ્રાહ્મણ છતાં ક્ષત્રિયો બનીને લડ્યા જ છે ! વિદુર, વિશ્વામિત્ર, એ ક્ષત્રિય હોવા છતાં ઋષિ કહેવાયા છે.
પણ, આપણે ત્યાં જુની ઘરેડ ચાલી આવી કે બાપને વર્ણ અને ધર્મ તે છોકરીને. જો કે આમાં વિસંગતિઓ એટલી બધી હતી કે તેને નવું સ્વરૂપ આપવાની જરૂર હતી. સારા પ્રતાપે ગાંધીજી આવ્યા અને તેમણે નવી દષ્ટિ આપી. શિક્ષણનું અને સેવાનું કામ ગમે તે કોમનો માણસ કરે તે બ્રાહ્મણ છે. રક્ષણનું કામ કરે તે ક્ષત્રિય છે. સફાઈનું કામ બ્રાહ્મણનો પુત્ર કરે છે તે શૂદ્ર છે. શૂદ્ર એટલે હલકે નહિ, સમાજની સેવા કરે તે શુદ્ર. ખેતી કરે, વેપાર કરે તે વશ્ય. વર્ણવ્યવસ્થાને પાયે શ્રમ અને ગુણ હતા. ભારતની પરંપરાની એ વિશેષતા છે. તેણે જ હિંદની મહાનતામાં મોટો ફાળો આપ્યો છે. પોતાનું કામ બરાબર કરે :
વર્ણવ્યવસ્થાની મોટામાં મોટી વિશેષતા તે એ છે કે બ્રાહ્મણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com