________________
[૧૩] વૈદિકધર્મમાં વર્ણાશ્રમ – પુરુષાર્થ વ્યવસ્થા
વૈદિક ધર્મના ડાણમાં જે વિચારણું ચાલી રહી છે તેને અન્વયે યજ્ઞ અને લગ્ન અંગે વિચાર થયો છે. તેના ક્રમે વર્ણ, આશ્રમને અને પુરુષાર્થ વ્યવસ્થા ઉપર વિચાર કરવાનું છે. વૈદિક ધમે મૂળ જીવનની શકિતઓને ચાર ભાગમાં વહેંચી પચ્ચીસ વર્ષને એક આશ્રમ ગો. તે પ્રમાણે (૧) બ્રહ્મચર્યાશ્રમ; (૨) ગૃહસ્થાશ્રમ, (૩) વાનપ્રસ્થાશ્રમ અને (૪) સન્યાસાશ્રમ. એમ સો વર્ષની જિંદગીના ભાગ કર્યા. એવી જ રીતે વર્ણવ્યવસ્થાને પણ કમ (ધંધા અને ગુણ) પ્રમાણે ચાર ભાગમાં વહેચવામાં આવ્યા. (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રિય, (૩) વૈશ્ય, અને (૪) શુદ્ર. એવી જ રીતે જીવનના પુરુષાર્થનું વર્ગીકરણ પણ ચાર રીતે કર્યું. (૧) ધર્મ, (૨) અર્થ, (૩) કામ, અને (૪) મોક્ષ. અહી વર્ણાશ્રમ પુરુષાર્થ વ્યવસ્થા ઉપર વિચાર કરવાનું છે.
ચારેય વર્ણો બનાવવામાં આવ્યા. પણ બ્રાહ્મણ કહેવો કોને ? આ બાબતમાં મતભેદ છે. કેટલાક કહે છે કે બ્રાહ્મણ કુળમાં જન્મે તે બ્રાહ્મણ કહેવાય. પણ, આવી વ્યાખ્યા કયાંયે મળતી નથી, એટલું ખરું કે પિતાને જે ધર્મ હોય, તે જે ધંધો કરતા હોય, તે તેના બાળકોમાં તે સંસ્કાર આવે એ સ્વાભાવિક છે, પણ એનાથી વિરૂદ્ધમાં પણ થાય છે. બાપ એવો છે એટલે દીકરો એવો જ થશે એવું ન માની શકાય. ગીતામાં કહ્યું છે કે અગાઉ તે એકજ ધર્મ હતો-પશુ, પછી ધંધા અને ગુણને લીધે ચાર ભેદ પડયા –
चातुर्वण्य मया सृष्टं गुणकर्म विभागश :
तस्य कर्तारमपिमा विद्धयकर्तारमव्ययम् ' વૈદિક ધર્મમાં વેદમાં એક વિરાટ પુરૂષની કલ્પના આપી છે. તેમાં બ્રાહ્મણને મુખની ઉપમા આપી છે. ક્ષત્રિયને હાથની, વેશ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com