________________
૧૮૩
લગ્ન બની જાય છે. એટલે કેઈ લોક સેવક (સર્વાગી દષ્ટિવાળા) હેય તેમની હાજરીમાં મા-બાપના સહયોગે, સમાજની શુભ લાગણીએ વર-કન્યાની બન્નેની ઈચ્છા મુખ્ય રાખીને વિવેકપૂર્વક લગ્ન થાય તે આખીયે પરિસ્થિતિ બદલાય. આજે એની ખાસ જરૂર છે.”
પૂ. દંડી સ્વામી : “સવારે આ વિષય ઉપર ઘણું સુંદર કહેવાયું છે. આ અગાઉ વર્ણભેદ ટાળીને લગ્ન થતાં. ગાંધીજીએ ગુણકર્મ પ્રમાણે નવાયુને લગ્નની હિમાયત કરી છે. ૫. જવાહરલાલે કહ્યું છે: “દેશાંતરના લગ્ન આજે ઈચ્છનીય છે.” ટુંકમાં સંયમને મુખ્ય સ્થાને રાખી નાતજાત અને દેશના ભેદે છોડીને જે લગ્ન પ્રથા અપનાવાય અને અંતે મુનિ સંતબાલજી કહે છે તેમ નરનારી પરસ્પર હૃદય-લગ્નથી જોડાઈ રામકૃષ્ણ પરમહંસની માફક સજોડે બ્રહ્મચર્ય પાળે અથવા અવિવાહિત રહી, સ્ત્રી-પુરૂષ મર્યાદા જાળવી, હદય એકતા સાધી કોઈ સર્વાગી દૃષ્ટિવાળાં સાધુ-સાધ્વીનાં માર્ગદર્શન તળેનાં કાર્યમાં લાગી જાય તે આજના યુગે તે અવિવાહિતપણે નર-નારી પૂરકતાની જ વિશેષ જરૂર છે. હદયલગ્ન અને બ્રહ્મચર્ય પાલન
શ્રી. પૂજાભાઈ: “પ્રથમ એકના લગ્નમાં કેટલાયે ઉમેદવારે થતા. તેથી કન્યાઓ માટે લડાઈ ચાલતી. પછી કન્યાઓ વરની પસંદગી કરવા લાગી. પણ, બન્ને જાતે પસંદ કરે તેમાં ભૂલ રહી જતી. એટલે કુળ ઘર વગેરે જોવામાં વડીલે મદદ કરતા થયા. એક ધંધે, એક ગુણકર્મ એમ લગ્ન થવાં લાગ્યાં. છેવટે સમાજ રસ લેવા લાગ્યો. લખતપત્રી તે આજે થાય છે, તે કાળે વાઝાન જ મુખ્ય હતું. છતાં એ વાદાન સમાજવ્યાપી બને તે માટે હેલ, વરાડે એમ મોદી જાહેરાત પછી લગ્ન થતાં. સમાજ સામે સપ્તપદી દ્વારા વરવ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com