________________
૧૮૧
અને અધું પાર્વતી! એકબીજામાં એવા ઓતપ્રેત કે પરમેશ્વરની કલ્પના બને વગર થઈજ ન શકે ! એટલે જ તેમને નારી-નટેશ્વર કહ્યા. ગૃહસ્થાશ્રમી સાધુ કે નિષ્ક્રિય સાધુ?
હમણાં એક મારવાડી ભાઈ આવેલા તેમણે કહ્યું: “જૈન સાધુ ગૃહસ્થાશ્રમી કરતાં આગળ છે.”
મેં પૂછયું : “ કારણ શું?” તો, કહે: “કોઈમાં રસ ન લે, આભામાં મસ્ત રહે!”
આનો અર્થ એ થયો કે તેઓ કેવળ કાંતે પિતાના તનમાંજ મસ્ત છે નહીંતર પિતાના આત્માનેજ કેવળ તેમને વિચાર કરવાને નથી. સમસ્ત વિશ્વના આત્માઓને વિચાર કરવાનું છે. તેઓ ભલે દેહ-લગ્ન કે દુન્યવી વંશવૃદ્ધિથી દૂર રહે પણ જ્યારે તેમને છ કાયના પીયર કહ્યા છે; એટલે પ્રાણીમાત્રનાં મા-બાપ કહ્યાં છે. એટલે સામાન્ય ગ્રહસ્થાની મર્યાદા કુટુંબ સુધીની હોય પણ સાધુના ઉત્તમ ગૃહસ્થાશ્રમ” તો આખા વિશ્વ સુધી પહોંચે તે અંગે તેમની ફરજો પણ એટલી જ છે! એટલે શુષ્ક કે અતડા થઈને રહેવાનું ક્યાંયે ફરમાન નથી.
ઘણીવાર એવું પણ જોવામાં આવે છે કે સન્યાસી અતડે થઈને પાછળ રહી જાય છે અને ગૃહસ્થાશ્રમી આગળ નીકળી જાય છે. આમ જોવા જઈએ તે કેવળ એજ સાધુ મહાન છે જે સમન્વય કરે છે અનુબંધ કરે છે; અને આખા વિશ્વનાં પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્ય વહેવડાવી શકે છે. આ કેવળ આત્મ લગ્નથી જ થઈ શકે છે. ૨૦ લગ્નથી આત્મ લગ્ન :
આમ આપણે જોયું કે વૈદિક ધર્મમાં સર્વ પ્રથમ લગ્ન પ્રથા ભાઈ-બહેનનાં લગ્ન અને સ્વેચ્છાચારના બદલે સ્ત્રી-પુરૂષના જાતીય આવેગેને સંયમ તરફ વાળવા માટે શરૂ થઈ. તેને વિકાસ દાયનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com