________________
લગ્ન અને અંતે આત્મ-લગ્ન સુધી થયે. આ લગ્ન-પ્રથા ઉપર મહત્વ એટલા માટે આપવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય પાળવું પણ સ્ત્રીથી ભાગવું નહીં. લગ્ન કરીને પણ આસકિત છોડવી; તેમજ સ્ત્રી પાસે તેવા છતાં પણ પોતાને વિકાસ કરવો એ જ સાધનાની સફળતા છે.
જૈને પણ ગૃહસ્થાશ્રમને સ્વીકાર કરે જ છે અને તેમાં પણ સ્વપત્ની સંતોષ એ તો આદર્શ શ્રાવકનું વ્રત છે. તેમજ સંતાન નિમિત્તે રી-સગને સ્વીકાર્ય ગણવામાં આવે છે. પણ શ્રેષ્ઠ લગ્ન રૂપે તે વિશ્વને કુટુંબ માની સંયમ માર્ગે જવાનું જ વિધાન છે. આમ આ લગ્ન પ્રથાને, દેહ લગ્નમાંથી આત્મ ૯ગ્નમાં વિકાસ એ વૈદિક ધર્મની દેણજ કહી શકાય છે.
ચર્ચા-વિચારણું નવી રીતે લગ્ન :
શ્રી. બળવંતભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મનુ સ્મૃતિમાં આઠ પ્રકારનાં લગ્ન કહ્યાં છે – (૧) બ્રાહ્મ (૨) દેવ (૩) આર્ય (૪) પ્રાજાપત્ય (૫) ગાંધર્વ (૬) આસુર (૭) રાક્ષસ અને (૮) પૈશાચ. આમાં પ્રથમ ત્રણ લગ્ન ઉત્તમ કારણ કે સંયમ પ્રધાન છે, થા અને પાંચમા રાગ પ્રધાન હે મધ્યમ કહ્યાં છે, અને છેલ્લાં ત્રણ અધમ ગણાય છે, કારણ કે તેમાં વ્યાપેહ, બળાત્કાર કુચેષ્ટા વ. ખરાબ તો હોય છે. એ કાળે વર્ણભેદને મહત્વ અપાતું નહતું. સંયમ પ્રધાન વૃત્તિ હતી. કન્યાની પસંદગીને ખ્યાલ રખાતો પણ આજે મા બાપ ખોટી ઈજજતને વધારે ખ્યાલ કરે છે. નાના ગોળ (કુંડાળા) કરી નાખતાં લગ્નજીવન આનદમય નથી બનતું. આ એક છેડે છે, તે બીજા છેડામાં જેમને પ્રેમલગ્ન કહી શકાય એ વ્યામોહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com