________________
૧૭
ત્તિઓ ઉપર નિયંત્રણ રહી શકે તે જ ખરો સન્યાસી થઈ શકે છે. જૈન સત્રમાં એક વાક્ય આવે છે –
जेयं के ते पीओ भो लदै विपिठी कुम्वइ, ।
साहीणे चयइ भो से हु चाइत्ति वुच्चह ॥ માત્ર સ્ત્રીને ત્યાગ કરવાથી સંયમી થવાતું નથી, પણ અનેક સગવડે વચ્ચે રહેવા છતાં ભોગોમાં સંયમી થાય તે ત્યાગી છે. એકાંત સાધનામાં કોઈ રત રહે તેના કરતાં અનેકવિધ કાર્યો કરવા છતાં, નિમિત્તે મળવા છતાં જે અનાસકત અને નિર્ભોગી રહે તેજ ઊંચે ત્યાગી છે. તે જ સાધુ છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં રહ્યા; નગરનારી અને તેમાં અગાઉની પ્રિયપાત્ર. બીજા સાધુ સિંહની ગુફાના દ્વારે રહ્યાં, છતાં સ્થૂલિભદ્ર ઉચ્ચ કહેવાયા અને અન્ય સામાન્ય સાધુ ગણાયા. હદયનાં લગ્ન
આમ ભેગમાં સંયમની વાત કરી, બીજીવાત સંતાનની કરી અને સંતાન ન થાય તો પણ સંતોષ માનવા કહ્યું. તે છતાં કામગ વગર પણ, આત્માનાં લગ્ન, હૃદયનાં લગ્નની વાત આગળ આવી. બે દિલ મળે એ સાચો પ્રેમ તે અંગે નર્સ કહે છે –
એ રસને સ્વાદ શંકર જાણે-કે જાણે શુક જોગી રે, કઈ એક જાણે વ્રજની ગોપી, ભણે નરસૈયે ભેગી રે..!
જે લોકો ખરેખર જાતીય વાસનાના ભોગી છે અને એક બાજુ અલગ રહીને તત્વને ભોગ કરે તે બંનેને વિચાર કરવો જોઈએ. શ્રી. અરવિંદે આ બાબતમાં સુંદર દાખલે આવે છે –
ફૂલને દૂરથી જોઈએ તે તે બે આનંદ આપે છે. એક તો ગંધને અને બીજો તેના નિરીક્ષણને. ત્યારે ચૂંટી લેતાં તે તેને નજીક પામી ગધ-રૂપનાં વધુ આનંદ આપે છે, પણ તે ક્ષણિક હોય છે. થોડીવારમાં ગંધ ઊડી જાય છે અને રૂ૫ ચીમળાઈ જાય છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com