________________
૧૭૩
લગ્ન કરી શકે ? તે વખતે માનવસમાજ ટોળાંમાંથી સમાજમાં રહેવું શીખી ગયો હતો અને સમાજના નેતા તરીકે રાજાને સ્વીકારવામાં આવ્યો હતું. અને “સ કાઢસ્ય ર” પ્રમાણે તે વખતે રાજાઓ અનેક પત્નીઓ કરતા એટલે બહુપત્ની પ્રથા પ્રજામાં પણ ચાલુ હતી.
એટલે રાજા રામને વિચાર આવ્યો કે રાજાએ આદર્શ બનવું જોઈએ. જે સ્ત્રી એકજ પુરૂષને પરણતી હોય તે પુરૂષે પણ એકજ સ્ત્રીને આદર્શ રાખવો જોઈએ. દશરથ રાજાને ત્રણ પત્નીઓ હતી, પણ રામે એક પત્ની વ્રત ધારણ કર્યું અને સીતાને વનવાસ આપ્યા પછી પણ તેમણે બીજી પત્નીને વિચાર ન કર્યો. ત્યા સુધીમાં તેમણે પિતાની પત્નીની સ્વર્ણ પ્રતિમા બેસાડી, પણ બીજી ન કરી. રામના જીવનને એક–પત્ની-વ્રતને આદર્શ માનવજીવનમાં વ્યાપક પણે જોવા મળે છે, અને એક ઉપર બીજી પત્ની કરવી; એને દુનિયાના લગભગ ઘણા દેશોમાં ગેરકાનૂની અને સિંધ માનવામાં આવેલ છે. ઇરલામ-સંસ્કૃતવાળા દેશે જેમાં ધર્મ પ્રમાણે ચાર પત્નીઓ કરવાને આદેશ છે ત્યાં પણ એક ઉપર બીજી ન કરવાનો આદેશ છે. ત્યાં પણ એક ઉપર બીજી ન કરવાને કાયદે આવી ગયો છે.
આમ યુગલિયા કાળના ભાઇ-બહેનનાં જાતીય જીવન ઉપરથી માનવ સમાજ, અપર કુટુંબના લગ્ન સંબંધમાં આવ્યું અને અનેક પનીઓમાંથી એક પત્નીવ્રત ઉપર આવ્યો. આમ જાતીયવૃત્તિ ઉપર સ્વચ્છંદતામાંથી; બંધન પૂર્વકની વાત આવી. બંધનપૂર્વકની વાતમાં અતિશયતા મૂકીને એક પત્ની સુધીની વાત આવી. એટલે કે જાતીયવૃત્તિ તો ખરી; પણ તે પવિત્ર બંધનરૂપે. માણસ પશુ-પંખી કરતાં સારો છે. પશુ-પંખીના જાતીય આવેગ માટે અમૂક કાળ વર્ષનો નક્કી હેય છે ત્યારે જ તે વાસનસેવન કરે છે. તો માણસે તેના કરતાં વધુ સંયમ રાખવો જોઈએ.
આમ લગ્ન પ્રથામાં એક પત્નીવ્રતને આદર્શ આવ્યો. એથી જ ગૃહસ્થાશ્રમ શોભે તે નક્કી થયું. આવા ગૃહસ્થાશ્રમ ધર્મ અંગે કહેવામાં આવ્યું. “ સ્થાશ્રમ સમો પ ને મતો, ન મવિશ્વતિ” આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com