________________
[૧૨] વૈદિક ધર્મ અને લગ્ન પ્રથા
સર્વધ ઉપાસનામાં અલગ અલગ ધર્મોના ઊંડાણને વિચાર, આપણે કરી રહ્યા છીએ. તેમાં વૈદિક ધર્મ અંગે વિચાર થઈ રહ્યા છે. ભારતીય લેક-જીવન ઉપર અને તેના ઓછાવત્તા પ્રભાવના કારણે અન્ય પ્રજાઓ ઉપર વૈદિક ધર્મનો ઘણો પ્રભાવ છે. આ પણે “યજ્ઞ” શા માટે અને તેનું અર્વાચીન તેમજ પ્રાચીન સ્વરૂપ શું છે તે વિચારી ગયા છીએ. આજે તેના બીજા મુદ્દા “લગ્ન' અંગે વિચારવાનું છે. લગ્ન એટલે જેવું - આ અંગે વૈદિક ધમે ખૂબ ઊંડાણથી વિચાર્યું છે, અન્ય ધર્મોએ આ અંગે જે કે વિચાર્યું છે, પણ વૈદિક ધર્મો જેટલું પદ્ધતિસરનું વિચાર્યું છે, તેટલું ઈસાઈ, ઈસ્લામ કે બૌદ્ધધમે વિચાર્યું નથી, વૈદિક ધર્મે લગ્નને પણ ધાર્મિક ઓપ આપે છે.
વૈદિક ધર્મમાં ચાર પુરૂષાર્થો બતાવ્યા છે ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, આમાં ધર્મને પ્રધાનતા આપવામાં આવી છે. માણસની વિશેષતા એ છે કે તે ધર્મને જાણે છે. નીતિકારોએ કહ્યું છે – .. " आहार निद्राभयमैथनं च सामान्यमेतत् पशुभिर्नराणम्। .
धर्मो हि ते षामधिको विशेषो, धर्मेणहीनाः पशुभिः समानाः॥"
એટલે કે પશુ અને માણસ વચ્ચેની વિશેષતા એ છે કે માણસ ધર્મ જાણે છે. નહીંતર, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ તો પણ અને માણસ બન્નેમાં સમાન હોય છે. માણસમાં ત્રણ એષણાઓ-- પુણે, વિૌષણ અને લેકેષણ–રહેલી છે, તેમજ ત્રણ જાતીય
વૃત્તિ રહેલી છે. એમાં પણ કામની વૃત્તિ મુખ્યપણે હોય છે. આ કામ ને પણ વૈદિક ધર્મમાં પુરુષાર્થ કહ્યો છે–પણ જો તે ધર્માધીન થાય તો ગીતામાં કહ્યું છે –
“ધવિ૨ મોડક્ષ્મિ મરતમ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com