________________
૧૭૬
પાસે આવે છે. આજે પિતાની પત્નીને અન્ય પુરુષ સાથે જવાની છૂટ આપવી એવું વિધાન વિચિત્ર લાગશે. પણ તે વખતની માનની સરળતા, કક્ષા અને પરિસ્થિતિને વિચાર કરે જોઈએ તે વખતે કેવળ પાંડુરાજા જ નહીં, પણ પુત્ર ન હોય તે મુનિઓ પણ પત્નીએને નિયોગ કરતા. તેને દાખલ પણ મળે છે.
એક બ્રાહ્મણ ઉદ્દાલક મુનિ પાસે આવે છે અને કહે છે: “મારે સંતાન નથી. સંતાન જોઈએ ! તમારી પત્ની આપે.”
ઋષિ વિચારે છે કે આ પરોપકારનું કામ છે. તેને બીજો કોઈ હેતું નથી. એટલે કહ્યું: “ભલે લઈ જાવ !”
તેમના પુત્ર શ્વેતકેતુને દુઃખ થાય છે કે આ રીતે તમે મારી માને અન્ય બ્રાહ્મણને સેપે? ખૂબ ગુસ્સે ચડે છે, ત્યારથી આખી વ્યવસ્થા બદલાય છે. પુત્ર વગરની એક પત્ની જ હેવી જોઈએ
ત્યારથી લગ્ન પ્રથામાં નવું સૂત્ર આવે છે કે એક જ પત્ની રાખો તેનાથી પુત્ર થાય કે નહીં તે પણ સ્વર્ગમાં જઈ શકાશે. એ માટે કહેવામાં આવ્યું -
अनेकानि सहस्साणि कुमार ब्रह्मचारिणाम्
स्वर्गे गच्छंति राजेंद्र ! अकृत्वा कुल संततिम् --હે રાજેન્દ્ર કુલસંતતિ પેદા કર્યા વગર પણ અનેક લોકો બ્રહ્મચારી રહીને સ્વર્ગે ગયા છે. આમ વૈદિક ધર્મમાં જાતીય વિકારના સંયમરૂપ લગ્નપ્રથા આવી. સૌરવિહારમાંથી અપરકુટુંબના સ્ત્રી પુરૂષો જોડાય એ આવ્યું. અનેક સ્ત્રીઓમાંથી એક પત્નીવ્રત આવ્યું અને તેમાં પણ સ્ત્રીને તજી ન દેવાય તે માટે “પુત્ર વગર સ્વર્ગ નહીં” એ સૂત્ર આવ્યું તેમાં પણ વિસંગતિઓ આવતાં પુત્ર વગરના પણ અનેક સ્વર્ગે ગયા છે એમ આવ્યું. ખુદ ભીષ્મ પિતામહ કુંવારા રહ્યા હતા. આમ આદર્શ ગૃહસ્થજીવનમાં સ્ત્રીપુરુષનું મિલન પણ સંયમી બને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com