________________
૧૬૮
રીતે ફાળે આવે છે અને યાને વિકાસ થતાં થતાં તપ યજ્ઞ સુધી પહોંચી ગયો છે. યજ્ઞ એ વૈદિક ધર્મને પાયાને વિચાર છે—જેને અર્થ થાય છે ઉપકારીને ઉપકાર, ઉપકાર કરીને વાળ; પણ તેણે મળ અને ક્રમ પ્રમાણે વિકાસની સાથે વિકાસ સાધવે જોઈએ.
ચર્ચા વિચારણ
યજ્ઞ એટલે?
પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : યામાં રહેલો “યજ” ધાતુ મારા નમ્ર મત મુજબ યજન અને પૂજન બને અર્થમાં વપરાય છે. સાદી રીતે કહીએ તે યજમાન ગોરનું પૂજન કરે ત્યારે સ્વાગત થયું ગણાય, પણ જમાડે તેનું નામ યજન થયું ગણાય. જૈમિની વગેરે કેટલાક મુનિ યજ્ઞમાં કેવળ દેવને અર્પણ કરવામાં નહીં, પણ તેમની પાસેથી પામવામાં માને છે. ખરેખર તે યજ્ઞ એ છે જે મનુષ્ય દેહ મળે છે તેને આત્મરૂપી દેવની સિદ્ધિ માટે બલિએ ચઢાવવો. જૈન અને બૌદ્ધોએ જે દ્રવ્ય યજ્ઞોને વિરોધ કર્યો છે તે સંયમ અને અહિંસાને મુખ્ય રાખીને ગણે છે. વિકાસ સાથે યજ્ઞની નવી દષ્ટિ
શ્રા પૂંજાભાઈ: “જ્યાં સુધી દષ્ટિ નહતી વિકસી ત્યાં લગી નરમેઘ, ગમેઘ, અજમેધ, અશ્વમેધ, મહિપીમેધ ,વ. ચાલ્યાં. વહાલામાં વહાલી વસ્તુ આપવાની દષ્ટિએ પણ આજના યુગાનુરૂપ વળાંક આપવા જોઈએ. મેં ૧૨૫ મણ દૂધ લો કોને નર્મદામાં પધરાવતા જોયા અને હું ધ્રુજી ઊઠયો. લે કોને છાશનાં પણ દર્શન ન થાય ત્યાં આ વાત તે મૂઢતા જ છે. આપણું અને સમાજનાં અનિષ્ટોને બાળનાર નવાં ય થવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com