________________
૧૬૧
હાઈને તેને હોમવાની તૈયારી ચાલે છે. ત્યારે છોકો વિચારે છે કે “સગા બાપ પણ મારે નથી.” એટલે તેણે બીજા દેવની ઉપાસના કરી. બ્રહ્મા, અગ્નિ, સૂર્ય પછી અને વરૂણને યાદ કરે છે. વરૂણ કહે “મેં તે તને લેવાનું વરદાન આપ્યું છે. આપવાનું કામ મારૂં નથી. એ કામ ઇન્દ્રનું છે!”
છોકરે ઈન્દ્રની પ્રાર્થના કરે છે. ઇન્દ્ર વચમાંને રસ્તો કાઢે છે અને સ્વર્ગના વૈદ્યરાજ અશ્વિનીકુમાર તેને બચાવી લે છે. સાર એ છે કે પૈસાને ખાતર બાળકને તેમના પિતા મળે છે. હિસક અને અહિંસક યજ્ઞો :
આ ઉપરથી વિચારવાનું એ છે કે યજ્ઞના પ્રારંભમાં વહાલામાં વહાલી વસ્તુને ભેટ આપવાની, કૃતજ્ઞતા પ્રગટ કરવાની ભાવના હતી. તેમાં પ્રથમ પુત્ર અને પછી તેમના બદલે બીજાના પુત્રોને બલિએ ચઢાવવાની પ્રથા હતી. તે નરમેઘ (નરવધ) યજ્ઞ કહેવાતા. પણ આ નરમેઘ લાંબો સમય ન ચાલ્યો. કારણકે યજ્ઞમાં બલિએ ચઢનારની પ્રાર્થના આક્રદ વગેરે તેમ જ મનુષ્ય જ મનુષ્યની જ બલિ આપે એ સુશોભિત કૃત્ય નથી. એવું માનવની બુદ્ધિના વિકાસનું સતત ભાન એણે માનવને નરમેધ તરફથી બીજી વસ્તુઓ હેમવા તરફ વાળ્ય.
ત્યારે વિચાર થયો કે સહુથી વધુ ઉપયોગી વસ્તુ ગૌ છે. એટલે ગેમેવ ચાલે. ત્યાં વિચાર થયો કે ગાય તો સુંદર દૂધ આપે છે, બળદ ખેતી માટે ઉપયોગી છે, તેને હેમવું ઠીક નહીં; એટલે અશ્વમેઘ યજ્ઞ આવ્યો. અશ્વ પણ ઉપયોગી જનાવર હતું એટલે બકરીનું બલિદાન આપવાને ક્રમ ચાલ્યો. આમ હિંસક યજ્ઞોને કમ પુષ્ટિયા, નરમેઘયજ્ઞ, ગમેઘયજ્ઞ, અશ્વમેઘયજ્ઞ અને અંજમેઘયજ્ઞ રૂપે આવ્યો. તેમાંથી પણ નીચે હટતાં મરઘાં-કુકડાં બલિએ ચઢાવવાનું આવ્યું.
પણ શુભ ભાવનાએ ઉપકારને બદલે વાળવા જે પુણ્ય કાર્ય ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com