________________
૧૫૮
જોઈએ. આમાં વનમાં લાકડાં અથડાય અને અગ્નિ પ્રગટે એટલે તેમણે પાચનના દેવ તરીકે અગ્નિને દેવ ગ.
પણ વિચારની એક શ્રેણિ આગળ વધીને માનવે વિચાર્યું કે ગમે તે ખાઈએ તેનું પાચન થાય, છેવટે બહાર નીકળે, તેમાંથી સાત ધાતુ બને અને કચરે મળમૂત્ર કે ઊલટી વાટે બહાર નીકળે. આ બધાને નિયામક કોઈ હવે જોઈએ એટલે એને યમદેવ માન્યા. માણસ મરી જાય એટલે તેને યમ લઈ જાય. એ આ દેવની શક્તિ ગણવામાં આવી. ઉપકારીને કંઈક આપવું જોઈએ, તે યા!
આ પ્રમાણે છે દેવ થયા. ઇદ્ર દેવોને રાજા, વરૂણ પાપ-પુણ્ય જેનારે, સૂર્ય પ્રકાશ આપનાર, રૂદ્ર રક્ષણ કરનાર, અગ્નિ પાચન કરાવનાર અને પકાવનારે અને યમ મૃત્યુ પછી લઈ જનારો તેમજ નિયામક. આમ અદશ્ય બળે અંગે દેવાની માન્યતા વધતી ગઈ. સાથે સાથે ઘી-દૂધ-અનાજ આપ્યાં. મન અને બુદ્ધિનો વિકાસ થયો એટલે દેવની કૃપાથી આ બધું થાય છે. માટે તેને કંઇક આપવું જ જોઈએ એ વિચાર આવ્યું. તો શું આપવું? દેવને વહાલામાં વહાલી વસ્તુ અપાય! એ વહાલામાં વહાલી વસ્તુ કઈ? અલગ અલગ ય પાછળનું પ્રાજન!
વહાલામાં વહાલી વસ્તુને નક્કી કરવા માટે જેમ જેમ માણસની વિચારણા કાળે કાળે બદલાતી ગઈ તેમ અલગ અલગ યા આવ્યા. હવે તે વખતે વહાલામાં વહાલી વસ્તુ કઈ એને જવાબ તે દીકરે હતા!
એક ક્યા આવે છે. હરિશ્ચંદ્ર નામના રાજા પાસે નારદજી એકવાર જાય છે. તેને પૂછે છે: “કેમ છે ?”
રાજા કહેઃ “છું તે બહુ આનંદમાં, પણ એક વાતનું દુઃખ છે. કોઈ સંતાન નથી!”
નારદે કહ્યું: “તે કરે વરૂણદેવને પ્રાર્થના !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com