________________
૧૫૮
અને ઈસાઈ–ઈસ્લામ ધર્મના પ્રચાર પહેલાં આર્યો જ્યાં જ્યાં ગયા - ત્યાં યજ્ઞોને પ્રચાર ખૂબ જ હતા.
જૈન શાસ્ત્ર પ્રમાણે ભગવાન ઋષભદેવે મનુષ્યોને પ્રથમ અસિ, મસિ અને કૃષિ, મતલબ કે રક્ષણ, વાણિજ્ય અને ગૌરક્ષા શીખવ્યાં. આમ સંસ્કૃતિનાં પ્રથમ ચરણ મંડાયાં.
લોકો ભેળા હતા. એટલે તેમને નાના મોટાનો ઉપકાર ઘણો લાગત. વરસાદ આવે એટલે તેમની નજર ગઈ કે વરસાદ કયાંથી આવે છે? એટલે આકાશ તરફ નજર ગઈ. તેમણે એ આકાશના દેવને ઇન્દ્ર નામ આપ્યું. આ ઇદ્રમાં તેમણે અપૂર્વ શકિતની કલ્પના કરી કે તે વાદળાં ઘેરાવે, વિજળી ચમકાવે, તેફાન કરાવે અને પછી વરસાદ વરસે. આ વરસાદથી ઘાસ થાય, પશુઓને ચારો મળે, ખેતીનાં અનાજથી મનુષ્યોને અન્ન મળે. આવા ઉપકારી ઈદ્ર દેવને કઈક તે સમર્પણ કરવું જોઇએ? એટલે યજ્ઞ કરી તેને સમર્પણ કરવું અને તેમાં ઈદ્રનું સ્થાન પ્રથમ આવ્યું.
પાછું આવ્યું—એને દેવ કોણ! તે વરણ! વરૂણ પાપ-પુણ્યને જાણનારે; તે ગુપ્તમાં ગુપ્ત વાતને જાણનાર છે. પાણી આપણને છવાડે છે; ખેતી માટે ઉપયોગી છે. એટલે જળના દેવ તરીકે વરૂણને ઉપકાર માન્યો.
પછી નજર ગઈ પ્રકાશ તરફ! પાણી મળે પણ પ્રકાશ ન હોય તે? અંધારામાં કઈ રીતે જીવાય? પ્રકાશની તે મેટી અસર છે. તેના વગર જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલે તેમણે પ્રકાશના દેવ તરીકે સૂર્યને મા.
પણ પાણી આવે, વિજળી ચમકે, ઉપદ્રવ થાય આ બધામાંથી રક્ષણ મેળવવું રહ્યું. તે રક્ષણના દેવ તરીકે તેમણે રૂદ્રને માન્યા.
જે કે પ્રકાશ હતો, ગરમી મળતી હતી છતાં પણ ખાવાનું - કાચું ખાઈએ તે દુઃખે, શરદી ભયંકર પડે તે તેનાથી પણ બચવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com