________________
૧૨૦
નિયમ આપવામાં આવ્યા છે. તે મુજબ (૧) હથિયાર સાથે લેવા નહીં (૨) કોઈનું દિલ દુભવવું નહીં; (૩) હજ કરતી વખતે સ્ત્રીઓનું સન્માન જાળવવું. સંયમ પાળ (૪) હજ કર્યા પછી સંયમ પાળવો, (૫) કીડી પણ ન ચડાઈ જાય તે માટે પહેરવા પડે તે બહુ જ મુલાયમ જેડા પહેરવા, અને (૬) સાદા કપડાં પહેરવા–આ નિયમ આપવામાં આવ્યા છે.
જ્યારે હજ કરવા જવા સહુ નીકળ્યા ત્યાં બધાને ડર લાગ્યો કે “અમે હથિયાર વગરના છીએ. કઈ અમને મારશે તે ?”
ત્યારે હજરતે કહ્યું : “સામેવાળે જશે કે આ તે હથિયાર વગરને છે એટલે ઉપદ્રવ કરવા નથી આવ્યો. એ જાણીને તેના હૃદય ઉપર અસર થશે. માટે હથિયાર વગર જાવ, લોકોને સમજાવે કે ખુદા એક છે. પયગંબરને સંદેશો એક છે. નેકી-ટેકીથી રહે, રહમ કરો !”
તેમણે આ રીતે જબરદસ્ત અહિંસક પ્રતિકાર શક્તિ લોકો આગળ રજૂ કરી. હજ-એટલે તીર્થયાત્રાને તેમણે સંપૂર્ણ ધાર્મિક સ્વરૂપ આપ્યું. તેમણે દાતણની સળીને પણ દુરૂપયેાગ ન કરવા-લાંબી ચલાવવી; પાણી નકામું ન ઢોળવું વ. સુંદર નિયમો આયા. તલવાર કયારે ઉપાડી?
હજરત મુહંમદ સાહેબે તલવાર ઉપાડી હતી. એ વાત સાચી છે. પણ તેમને એ ક્યાં સંયોગોમાં કરવું પડ્યું હતું ? તેનો વિચાર નહીં કરીએ તે આજના ઝનૂનને ટેકો મળી જશે.
એક દિવસ એવો આવ્યો કે મક્કામાં કેવળ ૪૦ માણસે જ રહ્યા. મદીનાને ટેકો તેમને ઓછો મળ્યો હતો. આમ પણ મહાન માણસો ગામમાં પૂછાતા નથી. તુલસીદાસજીને બધા તુલસીઓ કહેતા. તેમ મુહંમદ સાહેબને હેરાન કરવા તેમના રસ્તામાં કાંટા વેરવામાં આવ્યા. એમના ભકત યાસીર અને તેની પત્ની સામિયા ઉપર અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com