________________
૧૫૧
તેની ખબર ન પડે તો તેની દઢ ઉપાસના કરવાનું કહ્યું. (૫) પાંચમી. આયાતમાં સાચે માર્ગે મને ચલાવજે એમ કહ્યું છે. કારણ કે મને કંઈ ખબર નથી. હું બધું તારા ઉપરજ છોડું છું. (૬) છઠ્ઠી આયાતમાં સાચે માર્ગ કયા એ બતાવવા કહ્યું કે મારા પૂર્વે જે એ માગે ગયેલા એમની સાથે પ્રસન્ન થયેલા તેજ સાચે માર્ગ છે એમ હું માનું છું. (૭) સાતમી આયાતમાં વિનવણું છે કે હું બેટા માર્ગે ઢળી પડું. જે માર્ગે ચાલનારા ઉપર તારે ખોફ છે તે માર્ગમાંથી મને બચાવી લેજે. આમાં “ઉંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા” અને અસામાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા”ની ભાવના રહેલી છે.
આ વાતે જે ખરેખર સમજવામાં આવે તે જણાશે કે ભગવાન પાસે હિંદુઓ કે ઈસાઈએ આના સિવાય બીજું શું માંગી શકે? ઘણીવાર ખેટા ખરાને ફેંસલે થઈ શકતું નથી ત્યારે આપણે ઈશ્વરનેજ ખરે માનીને તે ન્યાય કરશે એમ કહીએ છીએ. રખે કોઈ એમ માને કે નમાજ ભણતી વખતે કોઈની હિંસા કરવાનું સૂચન થયું હોય ! ઈસ્લામ અને અહિંસા :
પણ, અગાઉ મેં કહ્યું તેમ કંઈક ગેરસમજૂતિ અને કંઈક પરસ્પરના ધર્મમાં ઊંડાણથી ઉતરવાની ઉપેક્ષાના કારણે લોકો એમજ માને છે કે ઈસ્લામ ધર્મ તે હિંસાની વાત કરી છે. અહિંસાની વાતો. હેય છતાં પણ આચારમાં શું છે?
ઈસ્લામ પ્રમાણે ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ માણસ છે અને તેને બધી વસ્તુઓને ઉપભોગ કરવાનું ઈશ્વરે કહ્યું. પણ એમ નથી કહ્યું કે અમૂક વસ્તુને ઉપભેગ નહીં કરે તો તને સજા કરીશ! જ્યારે મુસલમાને સામે ખેરાકને પ્રશ્ન આવ્યો ત્યારે ત્યાંની અરબસ્તાનની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડે; અને તે પણ તે વખતની સ્થિતિ પ્રમાણે અહિંસાની દિશામાં જ હતા. મુસલમાનેએ ભારતની સંસ્કૃતિને યશને કલશ ચઢાવ્યો છે કારણકે અહીં જે ક્રાંતિ થઈ તેની પાછળ કેટકેટલો ભોગ સંસ્કૃતિના ઘડવૈયાને આપવો પડે છે ? શિકારમાંથી ખેતી તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com