________________
૧૫૩
જેમ અરબસ્તાનમાં થયા તેમ ચીન, ઈરાન, હિન્દુસ્તાનમાં પણ થઈ ગયા છે. છેલ્લા પયગંબર મુહંમદ સાહેબ થઈ ગયા. અણસમજને લઇને યહૂદીઓ ખ્રિસ્તીઓને ન માને, ખ્રિસ્તીઓ યહૂદીઓને ન માને કે મુસલમાને બન્નેને ન માને એ ખોટું છે. તે જમાનામાં પણ ખ્રિસ્તીઓ યહૂદીઓ અને મુસલમાને એ સંધિ કરી હતી અને મદીનામાં એક જ ધર્મસ્થાનકમાં સહુ સાથે રહ્યા હતા.
માનવ સમાજ” એક જ બાપની ઓલાદ છે એમ મુહમદ પયગંબરે કહ્યું છે. તેમ બીજા મહાપુરુષોએ પણ કહ્યું છે. આ સત્ય છે અને તે હિંદુસ્તાનનું હોય કે અરબસ્તાનનું-બધે સરખું છે. આ રીતે પ્રાણીમાત્ર પ્રત્યે ભ્રાતૃભાવ અને પ્રેમથી રહેવાની વાત ઈસ્લામધર્મે કરી છે. તે તમારી સમક્ષ તે વખતની પરિસ્થિતિ અને કમવાર તમારી . આગળ રજૂ કરી છે. તે કમને જોતાં જે એકાંગી નિર્ણય લેવાય તે ઇસ્લામધર્મને અન્યાય થાય.
ટુંકમાં, થોડા વખતમાં મેં તમારી આગળ “ઇસ્લામ ધર્મ અને તેની અહિંસાની વાત મૂકી છે. તમે બધા વિચાર કરજે, અને દુનિયાના બીજા ધર્મોની સાથે ઇસ્લામ ધર્મને સમન્વય કરતી વખતે આ ભૂમિકાને ધ્યાનમાં રાખજે. આજે ગાંધીજી પછી દુનિયામાં અહિં સાને ડંકો વાગવા લાગે છે. તેવા સમયે બધા ધર્મોવાળા અહિંસાની વ્યાસપીઠ ઉપર એક નહીં થાય તે દુનિયા ઉપર જે મોટી આફત ઊતરી રહી છે તેનું નિવારણ, ધર્મવાળા નહીં કરી શકે.
ચર્ચા-વિચારણું ઈસ્લામી લેકે પિતાનું સંશાધન કરે :
શ્રી, દેવજીભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું : “આજે કુરેશી ભાઈએ ઈસ્લામની ખૂબીઓની ખૂબ સુંદર વાત કહી, મધ્ય એશિયાના પ્રદેશમાંથી જે આક્રમણકારીઓ આવ્યા હતા તેઓ ખરેખર ઇસ્લામને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com