________________
સંપર્ક વધારે :
પૂ. નેમિમુનિ : “કુરેશભાઈએ પિતાની અધિકૃત ભાષામાં ઈસ્લામની ઊડી વાત કરી તેનાથી આ શિબિરમાં ઈસ્લામી પ્રતિનિધિની રહેલી ખાત્રી આશિક રૂપે દૂર થવામાં મદદ થશે. ઈસ્લામના નામે ધર્મઝનૂન એવી રીતે પેસી ગયું છે કે તેને દૂર કરેજ છૂટકે છે. આ દિશામાં ગાંધીજીના કાર્યનું વિશેષ મૂલ્યાંકન છે. ઉદાર ધર્મગુરુઓની મુસ્લિમ સમાજમાં અત્યારે ભારે તંગી દેખાય છે. ખરી મુશ્કેલી તે એ છે કે મેટા ભાગના મુસ્લિમ કુટુંબ માંસાહારી છે, એટલે અમારો નિકટને સંપર્ક અમૂક કુટુંબ સાથેજ થઈ શકે છે. કુરેશીભાઈના કુટુંબ જેવા નમૂનાએ ઓછા મળે છે. વેપારી કે બીજા સંબંધોથી પણ મુસ્લિમ કુટુંબના સંપર્કમાં આવવું અત્યંત જરૂરી છે.” સંશાધન આવશ્યક છે :
શ્રી, માટલિયાઃ “આપણને કુરેશભાઈ એ ઈસ્લામની ચાર વાતે તત્ત્વ રૂપે આપી :(૧) નમાજ, (૨) રોજા, (૩) હજ અને (૪) જકાત. એવી જ રીતે બીજી ત્રણ બાબતો છે –(૧) ખેરાત. (૨) જમાત અને (૩) જેહાદ. આને વિશાળ અર્થમાં કહેવામાં આવેલ છે છતાં પિતાનાજ બંધુઓનું સંગઠન. તેનેજ દાન આપવું; અને એજ સંગઠનની નિષ્ઠાની કટ્ટરતા એટલી કે બીજાને નાપાક ગણવા; આણે ખોટી માન્યતા બેસાડી દીધી છે. એ ઉપરાંત કુરાન એજ અજોડ પુસ્તક છે, ગમે તે સ્થાને રહેતે મુસલમાન ખલીફાની આજ્ઞાથી વિરૂદ્ધ ન વર્તી શકે. તેમજ છેલ્લા પયગંબર મુહંમદ સાહેબ થયા. હવે કોઈ થઈ શકે જ નહીં; આવી વાતનું સંશોધન થાય તે ઈસ્લામમાંથી ઘણું ઘણું લેવા જેવું છે. જે એ ઝનૂન 2શે તે જ મુસ્લિમ ભાઈ-બહેને બીજા ધર્મવાળાને આર્ષી શકશે.
ચંચળબહેન : “પણ, ઈસ્લામ જગત સાથે, સર્વધર્મ સમન્વય અને ઉપાસનાના સંદર્ભમાં એકરૂપ થયેજ છૂટકો છે. ગુજરાતને દાખલો લઈએ. તે સૂફી વાદની અસર બાલાશંકર કવિથી માંડીને સાગર કવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com