________________
૧૫ર
આ દેશ સર્વપ્રથમ વળે. કોઈપણ ચાલતા ફરતા પ્રાણીને શિકાર ન કરે પણ શ્રમથી ખેતી કરવી. એ તરફ સમાજને વાળવામાં મહાન પરિશ્રમ કરવો પડ્યો હશે. માંસાહાર તરફથી અન્નાહાર તરફ લોકોને વાળવા જતાં તે વખતે ઋષિમુનિઓ ઉપર ફિટકાર વરસ્યા જ હશે. પણ આજે ઘી-દૂધ અને અનાજને અનહાર એ સુસંસ્કૃત ખોરાક ગણાય છે. એવી રીતે ભગવાન મહાવીરે અપરિગ્રહવાદની સ્થાપના માટે છેલું કપડું પણ દાન દઈ નગ્નાવસ્થા સ્વીકારી હશે ત્યારે લોકોએ પ્રથમ તે તેમને વંદન પણ નહીં કર્યા હોય. તેમની તરફ તિરસ્કારની નજરે જોયું પણ હશે! એવી રીતે મુહંમદ સાહેબે તે વખતના માણસખાઉ લોકોને આટલી છૂટ તે વખતની પરિસ્થિતિ પ્રમાણે આપી હશે એ ખરું; પણ તેમણે એમ નથી કહ્યું કે માંસાહાર ન કરે તો કોઈ પાપ પડશે. તેમણે તે વખતની પરિસ્થિતિ પ્રમાણે અહિંસાને વહેવારૂ માર્ગ બતાવ્યો ! “તું માણસની હિંસા કરવા જઈશ એ મોટો ગુન્હ થશે તારા માટે એ બરાબર નથી!” મુસલમાન તે દરેક પયગંબરને માને !
કોઈ પણ દેશ કે સમાજમાં ઈશ્વરનો સંદેશ કહેનાર ન હોય તે તે સમાજ આગળ વધી શક્તા નથી. આ સંદેશ લાવનારને આપણે અવતાર, દૂત કે પયગંબર કહીએ છીએ. ઈસ્લામને મહાન ગ્રંથ કુરાન છે. તેમ હિંદુધર્મને મહાન ગ્રંથ ગીતા છે. આ ગીતામાં કહ્યું છે ! યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ....... તરાત્માને સૃજામ્યહમ જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે ઈશ્વર પિતાના અવતારને મોકલે છે. તેવી જ રીતે કુરાનમાં કહ્યું છે કે “મેં દરેક દેશ અને દરેક જાતિમાં પૈગંબરે મોકલ્યા છેદરેક ધર્મના એવા મહાપુરુષોને આદર કરે. એટલે ખરે મુસલમાન જેમ મુહંમદ સાહેબને પયગંબર માને છે તેમ મૂસા અને ઈસાને પણ પૈગંબર માને છે. તે ઉપરાંત તે કોઈપણ અન્ય દેશના પયગંબરો (અવતારે-દીપકર-તીર્થ કરો)ને ઈન્કાર કરશે નહીં. એવા પયગંબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com