________________
પરસ્પરને કલેશ વધારતા ગયા; આથી જે હિંદુ મુસલમાને થોડા થોડા નજીક આવેલા તે હટતા ગયા. અંગ્રેજોની આ એક ભેદનીતિ રહી અને તેમણે કુનેહપૂર્વક ઈતિહાસમાં એ રજૂ પણ કરી છે, અને અહીંથી ગયા ત્યારે એના અંતિમ ફેજ રૂપે ભાગલા કરાવીને ગયા.
આ બધું રજૂ કરવાનું કારણ એટલું જ કે શા માટે હિંદુ-મુસ્લિમ એક બીજા તરફ શક્તિ નજરે જુએ છે તેને ખ્યાલ આવી શકે ! ખાસ કરીને ઈસ્લામના વશપરંપરાગતના કોઈ ધર્મગુરુ કે ખલીફાએ મકકા-મદીનાથી આવીને અહીં ચઢાઈ કરી નથી. ચઢાઈ કરનારા લૂંટારાઓ અને આક્રમણકારો હતા. તેમની લૂંટફાટ-રંજાડ એટલી બધી વધી ગઈ હશે કે તેઓ ભારતના લોકોમાં અન્ય આક્રમણકારીઓ-હિણ, શક વ.ની જેમ ન ભળી શક્યા, એ પણ હકીકત છે. આમ આ તુટી હમેશાં કાયમ જ રહેતી આવી છે. અંગ્રેજોએ તેને વધારી છે. જે એક થવા દે તે તેમને સ્વરાજય આપવું પડતું હતું. ઈસ્લામનું ઉદગમ :
હવે આપણે ઊંડાણથી જોઈએ કે ઈસ્લામ ધર્મ શું છે? તેને આપણે મુહંમદ સાહેબે આપેલો ધર્મ છે, એમ ન કહી શકીએ. ઈસ્લામની રજુઆત જે રીતે મુસલમાને આગળ થાય છે, તે જોઈએ.
સૃષ્ટિના મંડાણ વખતે ખુદા આધપુરૂષ આદમ અને માતા હવ્વાને પેદા કરે છે. કેવી રીતે પેદા કરે છે તેની કથની લાંબી છે. આદમ અને હબ્લાની રચના આપણે શા માટે કરી તેના કાર્યકારણમાં આપણે ઊતરતા નથી. એમને અને સૃષ્ટિને રચીને ઈશ્વરે કહ્યું : આ સ્વર્ગભૂમિમાં તને બધેય ફરવાની છૂટ છે. પણ એક શરત છે કે આ નાનાકડા છેડનાં ફળ ખાઈશ નહીં ! જે તું ખાઈશ તે શિક્ષા ભેગવવી પડશે અને પછી તને સ્વર્ગમાં રહેવા નહીં મળે; પણ, મૃત્યુલોકમાં જવું પડશે !”
આદમે વિચાર્યું કે, “ અલ્લાહની મારા ઉપર એટલી દયા છે કે તેણે મને બધીય વસ્તુ ભોગવવાની છૂટ આપી છે. આ પશુધન છે. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com