________________
૧૪૧
વાતને વહેવારમાં મૂકી શકાય. તેનું માર્ગદર્શન આપી શકાય તે પહેલાં તે ઈશુનેજ કોસ ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. પરિણામે તે સિદ્ધાંત વહેવારું ન બને. જો કે પચાસ વર્ષ પછી તેનું મહત્વ પણ સ્વીકારાયું. મુહંમદ સાહેબ :
આ પછીના પયગંબરોના નામ આવે છે પણ તેમણે આખા માનવસમાજની પરિસ્થિતિને આમુખ ફેરવવા માટે કંઈ કર્યું હોય તે જાણવામાં આવતું નથી. એટલે આપણે મુહંમદ પયગંબર તરફ આવીએ.
પહેલા, ઈબ્રાહીમ પયગંબર અરબસ્તાનમાં કુરેશ ખાનદાનના થયા હતા. તેમની જ જ્ઞાતિના બની-હાસમ કુલ થયા. તેમના પુત્ર અબ્દુલ મુકામ અબ્દુલ્લા થયા. તેમના દીકરા મુહંમદ સાહેબ હતા. તેઓ માના પેટમાં હતા ત્યારેજ બાપ ગુજરી ગયા હતા. પણ કુદરતને દુનિયા આગળ નો ચમત્કાર દેખાડવાનું હતું. જેમ કૃષ્ણ ભગવાનને જન્મ કારાગારમાં થાય છે અને નંદગોપાલને ત્યાં વ્રજમાં તેઓ ઉછરે છે તેમ મુહંમદ સાહેબને પણ કોઈ ઉછેરનાર હેતું નથી. એક એક કરી બાપ-મા-દાદા-કાકા અવસાન પામે છે અને મુહંમદ સાહેબને પણ ઘેટાં-બકરાં ચરાવીને જીવન પસાર કરવું પડે છે. કુદરતની ખુલ્લી કિતાબ તેમને જ્ઞાન માટે મળે છે અને બકરાં ઘેટાં ચરાવતાં તે ઘણીવાર તલ્લીન થઈ જાય છે. ત્યાંથી તે ઘણીવાર ગુફામાં ધ્યાન કરવા જાય છે. ધ્યાન ચિંતનમાં એટલા બધા લીન થઈ જાય છે કે ભૂખ-તરસ ભૂલી જાય છે. દંડવત ઘૂંટણીએ પડી ભગવાનને પ્રાર્થના (નમાજ) કરે છે. ઉપવાસ તે સહેજે થઈ જાય છે. દરેક જ્ઞાની અને ઉચ્ચ કોટિના સાધકે માટે આવી સ્થિતિ આવેજ છે.
આવા સમયે પણ વહેવારમાં નેકી અને ઈમાનદારી એ બને તેમના જીવનમાં વણેલા હોય છે. તેને એક દાખલો આપું. તે વખતે મુહંમદ સાહેબ પયગંબર નહોતા થયા. મુહંમદ સાહેબ બજારમાં ચાલ્યા જતા હતા તેવામાં એક માણસ આવીને કહે છે: “મુહંમદ ! તારી સાથે વાત કરવી છે. અહીં ઊભે રહેજે. હું હમણું આવું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com