________________
૧૪૦
મૂસાના નિયમો :
મુસ–મેઝિઝ પયગંબર વિષેને કંઇક અહેવાલ મળે છે. લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં એ થઈ ગયા. તે વખતની એશિરિયસ જાતિના લોકોની વચ્ચે એ પેદા થયા હતા. મનુષ્ય સમાજ જ્યાં ભેગા થાય ત્યાં સમૃદ્ધિ, સંપત્તિ, સ્વાર્થ માટે લડાઈઓ ચાલ્યા જ કરે છે. એશિરિયસ જાતિમાં પણ લડાઈઓ ચાલતી હતી. ખૂનને બદલે ખૂનથી લેવાત. એટલું જ નહીં, મારનાર મરી ગયે તે તેને સગા સંબંધીઓ બધાને પણ મારે. સંપૂર્ણ રીતે બદલો લો જેથી ગુને વધે નહિ, ગુનો કરવાની હિંમત ચાલે નહીં. એને મૂસાના નિયમો કહેતા. આમાં બીજા સારા નિયમે પણ સામાજિક વ્યવસ્થાના હતા. ઈશુની વાત :
મૂસા પછી કાળ જતાં બીજા પયગર ઇસા (જિસસ ક્રાઇસ્ટ) આવ્યા. તેમણે કુદરતને મંગળકારી અને કલ્યાણકારી બતાવી; સીધે રસ્ત લોકોને દરવાની તૈયારી કરી. મૂસાના આદેશોમાં આસપાસનું વાતાવરણ અને સગો પ્રમાણે કલુષિતતા આવી હતી. વિકૃતિ આવી હતી. તેમજ પ્રતિહિંસાની ભાવનાનું પ્રદર્શન અરેરાટી છૂટાવે તેવું થઈ ગયું હતું અને કેવળ બળિયાએ જ મનફાવે તેમ કરતા હતા. ફરતા વ્યાપક થતી જતી હતી. પરિણામે સમાજનું સ્તર દિવસે દિવસે નીચે જતું હતું. મૂસાએ કહ્યું હતું કે “બદલો લે !” પણ “જેમ તેમ કરી બદલો લઈ જ લો” આવા ખોટા અર્થને લઈને આક્રમણ એટલાં બધાં વધી પડયાં હતાં કે ઇસામસીહને કહેવું પડયું કે એને રોકવા માટે બીજે છેડે બેસવું જોઈએ. બદલે પ્રતિહિંસાથી નહીં, પણ સામાને શરમ ઉપજે એ રીતે શાંતિ રાખીને લે “જમણું ગાલે તમાચે મારનારને ડાબા ગાલ આગળ ધરે. કોટ લઈ લે તેને પહેરણ પણ આપજે.” આમ વેરનો બદલો પ્રેમ, ક્ષમા અને ઉદારતાથી આપવાનું ઈસાએ સૂચવ્યું. શિરજોરી, જર્મ, અત્યાચારને માનવ સમાજના પાયામાંથી કાઢી નાખવા માટે, જગતને બદલવા માટે ઈસા મસીહે એવું વિધાન કર્યુંપણ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com