________________
૧૪૨
* પેલો માણસ આમ કહીને ચાલ્યો જાય છે અને વાત ભૂલી જાય છે. પણ મુહંમદ સાહેબ ત્યાં જ ઊભા છે. આવતા જતા લોકો પૂછે છેઃ “અહીં શા માટે ઊભો છે ?”
તેઓ કહે છે: “મેં ફલાણું સાહેબને વચન આપ્યું છે કે અહીં ઊભો રહીશ! તેથી વચન ભંગ કેમ થાઉં?”
આમ એક આખે દિવસ પસાર થયો. પેલા ભાઈને કોઈએ ખબર કરી એટલે આવીને તેણે માફી માંગી અને મુહંમદ સાહેબની પ્રામાણિકતા જોઈને તે ખુશ થયે. આવી પ્રામાણિકતાનાં કારણે લોકોએ તેમને “અમીન” એટલે કે વિશ્વાસપાત્ર કહીને બોલાવવાં શરૂ કર્યા. નાની ઉંમરમાં પણ તેમના ચારિત્ર્યની સુવાસ ચારે બાજુ ફેલાઈ ગઈ મુહંમદ પયંગબર બન્યા:
૪૦ વર્ષની વયે એક વખત જયારે મુહંમદ સાહેબ ગુફામાં બેઠા બેઠા ઈશ્વર ચિંતન કરતા હતા તે વખતે એક ગેબી અવાજ આવ્યો : “ મુહંમદ બેલ!”
મુહંમદ કહેવા લાગ્યા: “હું શું બેલું? હું ભણ્યો નથી શું બેલી શકું ?”
ત્યારે ફરીથી ગેબી અવાજે કહ્યું: “ઈશ્વરના નામ ઉપર બેલ કે “ આ દુનિયા તારા સર્જનહાર માલિકે બનાવેલી છે. લોહીમાં તેણે પૂર્યા છે. એટલે તેણે માનવને પામરતામાંથી વિકાસ કર્યો છે. ખુદાની સારી પેઠે ઉપાસના માનવજ કરી શકે છે. માટે એ માનને ઉપાસનાને પાઠ ભણાવ !”
પયગંબરી (ગામ આપવાન)ને પહેલો પાઠ ગુફામાંથી પઢીને મુહંમદ આવે છે અને જગત આગળ ધરે છે. તે પાઠ મુહંમદ સાહેબ પિતાની માતૃભાષા અરબીમાં આ રીતે આપે છે –
" , લા ઇલાહ ઇન્ અલ્લાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com