________________
૧૪૪.
છે. જે વાતનો નિર્ણય કુરાન કે હદીસમાં ન મળે તેને નિર્ણય ઈસ્લામ ધર્મમાં આ રીતે ફતબા દ્વારા લેવાય છે.
દા. ત. ઈસ્લામમાં કહ્યું છે કે “ઈશ્વર સિવાય કોઈને પૂજનીય ઉપાસનીય નહીં માને, તેમજ ઈશ્વરની મૂર્તિ કે કોઈપણ પ્રકારની ધાતુ, કાષ્ઠ, કાગળ કે પત્થરની મૂર્તિને પુજવી નહીં માનવી નહીં.” હવે ત્યારે નમાજ પઢતી વખતે પૈસા કે સિકકા ઉપર કોઈની છાપ હેય છે એ પણ મૂર્તિપૂજા થાયને ! તે નમાજ પઢતી વખતે તેને રાખવા કે નહીં. કુરાનમાં તે સમયના દેશકાળ પ્રમાણે લખાયું હોય, સિકકાનું પ્રચલન ન લેવાથી તેને ઉલ્લેખ કે નિર્ણય અપાયે નથી, ત્યારે ઇસ્લામના આગેવાનોએ મળીને તે અંગે કેસલે આપે કે, નમાજ વખતે ખિસ્સામાં પિસા હોય તે ચાલે કારણ કે તેની પાછળ ઉપાસનાની ભાવના રહેલી નથી.” આવા ઘણા ફેંસલાઓ, ગુંચવાતી બાબળે અંગે ફતના દ્વારા લેવાયા છે. મુહંમદ સાહેબને મધ્યમ માર્ગ:
આમ જોવા જઈએ તે મૂસા પયગંબરે એક વાત કહી, ઇશુએ બીજા પ્રકારની વાત કહી અને હજરત મુહંમદ સાહેબે ત્રીજા પ્રકારની કહી. ત્રણે વાતોનું સંકલન તે છેજ. મૂસાના કાયદા પ્રમાણે જગત ચાલે તે નિકંદન નીકળી જાય; ઈસાને નિયમ સાર પણ માનવપ્રવૃત્તિના વહેવારથી થોડોક વિરૂદ્ધ પડે છે. માણસમાં ભલી લાગણીઓની સાથે ખોટી લાગણીઓ પણ છે. આવેશ, રોષ અને ધણુની વૃત્તિઓ પણ છે. તો પછી કરવું શું? એ માટે મુહંમદ સાહેબે મધ્યમ માર્ગ કાઢયે કે તમને જેણે અન્યાયી રીતે આક્રમણ કરીને જેટલી હાનિ પહોંચાડી છે; તેને તેટલી જ હાનિ પહોંચાડવાને તમને અધિકાર છે, પણ તેનાથી વધારે નહીં. આ તે કેવળ તમારી માનવ પ્રવૃત્તિને સંતોષવા માટે કહ્યું છે પણ જે, બદલો લેવા કરતાં તમે માફી આપી શકે તે ઈશ્વરની સાથે છે. પણ જે કંઈ કરો તેમાં ઈશ્વરને સાક્ષી જરૂર રાખે. અહીં મનુષ્ય પ્રકૃતિ અને ઈશ્વર સંદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com