________________
૧૪૩
એને અર્થ થાય છે –લા = કોઈ નથી, ઇલાહ = સિવાયઉપાસ્ય, લલલ્લાહ = ઈશ્વર જે; એટલે કે ઈશ્વર સિવાય કોઈ ઉપાય બીજે નથી. મુહંમદ સાહેબે આ મહાન સૂત્ર આપીને એક ઈશ્વરની ઉપાસના ઉપર મહેર મારી.
આ ઈશ્વર કે ખુદા એક જ છે પણ તે અંગે યે હિંદુ-મુસલમાનમાં પૂર્વગ્રહો છે. મારા સંબંધ બને સાથે ઘનિષ્ઠ રહ્યા છે. પણ, અહી મને નાનપણને એક પ્રસંગ યાદ આવી જાય છે. જ્યારે હું નિશાળમાં ભણતો ત્યારે એક મુસલમાન વિદ્યાર્થી અલ્લાહ કહેતો તે હિંદુને તે પસંદ ન પડતું અને હિંદુ ઈશ્વર કહે તે મુસલમાનને પસંદ પડતું ને હતું. પણ બનેને God-ગોડ કહેવામાં સંકોચ ન થતો. આ ત્રણે શાને અર્થ અને ભાવ એક જ થતું હોવા છતાં, અજ્ઞાની લોકો તેને ઝઘડાનું કારણ બનાવે છે.
પણું, મુહંમદ સાહેબે પયગંબર બનીને કહ્યું: “માણસ માટે ઈશ્વર સિવાય, ઈશ્વર જેટલી કોઈ વ્યકિત આદરણીય નથી.” જો કે તેમણે ઈશ્વરને પૈગામ પહોંચાશે તે છતાં તેમણે પિતાને કદિ પૂજવા કે પગે લાગવા ન ગણો . પણ તે માટે-ઉપાસના માટે ઈશ્વરને જ શ્રેષ્ઠ બતાવ્યું. આમ ઇસ્લામ, પયગંબર ઇબ્રાહીમથી પયગંબર મુહંમદ સાહેબ પાસે આવ્યો. ઈસ્લામના ધર્મગ્રંથ :
મુહંમદ સાહેબે આમાં સંશોધન કર્યું.
તેમણે ઈશ્વરના સંદેશા રૂપે “કુરાન આપ્યું. જીવન માટે ધાર્મિક શોધ કરવી હોય તે કુરાન જુઓ. પણ જો કુરાનથી સંતોષકારક સમાધાન ન થાય તો શું કરવું? તે માટે પયંગબરના વચનામૃત રૂપે “સુનહદીસ” જુઓ. જો કુરાન અને હદીસમાંથી સમાધાન ન મળે તે શું કરવું? તે માટે ફતબાને સ્વીકારો. ફતબામાં મુસ્લિમ ધર્મનેતાઓનો ફેંસલો છે. જેવી રીતે કોર્ટને ફેંસલો થાય તેવું જ આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com