________________
૧૪૮
કહે છે તે બેઠું છે. જેનામાં જીવાડવાની શક્તિ નથી તે કોઈને મારી જ કેમ શકે? મુહંમદ સાચે છે, એને જીવતે રાખ એમાંજ જગતનું કલ્યાણ છે.”
ત્યારે ઉમર કહે છે: “મને મુહંમદ કયાં છે તે બતાવ!” “તો જઈને શોધી કાઢ, બહેન કહે છે.”
મારે સત્ય માટે મુહંમદનું ખૂન કરવું છે. હું જોઈ લઉં છું કે એને બચાવનાર કોણ છે ?” ઉમર કહે છે અને ત્યાંથી જાય છે. - તે ઉઘાડી તલવાર લઈને મુહંમદને ત્યાં જાય છે. તે ઘરના બધા લોકો અંદરથી સાંકળ વાસીને બેઠા હતા. સાંકળ કોણ ઉધાડે ? રખે ધસી આવીને ઉમર આક્રમણ કરે છે?
બહાર ઉમર ધમપછાડા કરે છે. એવામાં શાંતચિત્ત મુહંમદ સાહેબ જાતે જઈને સાંકળ ઉધાડે છે અને કહે છે: “ઉમર શું છે?”
આટલું સાંભળતાં જ ચમત્કાર થયો હોય તેમ તલવાર તેના હાથમાંથી નીચે પડી જાય છે, મુહંમદ સાહેબ તલવાર હાથમાં લઈને ઉમરને પૂછે છેઃ “બલ હવે તને બચાવનાર કોણ છે ?”
કોઈ નથી?” ઉમર કહે છે
છે. જે મને બચાવનાર હતો તે જ તને બચાવનાર છે !” મુહંમદસાહેબ કહે છે. કોણ જાણે શું થયું ? ઉમર એકદમ મુહંમદસાહેબના પગમાં ઢળી જાય છે ! તે કહે છે માફ કર હજરત મારી ભૂલ થઈ?”
મુહંમદ તેને ઊભે કરે છે અને ખરો ધર્મ સમજવાનું કહે છે આમ એક ઉશ્કેરાયેલાને પોતાને બનાવે છે. આ એક દૈવી પ્રસંગ જ 'ગણાવી શકાય. જ્યાં હિંસા ઉપર અહિંસાને વિજય થયો. - આવો જ એક પ્રસંગ રાજકોટમાં થયો હતો. મહાત્મા ગાંધીજી - રાજાની સામે ઉપવાસ કરે છે ત્યારે રાજવીઓ અને રાજાના સગાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com