________________
- ૧૪૫
બંનેને તાળ મુહંમદ સાહેબે મેળવ્યો છે. મુસાના વખતની મનુષ્ય પ્રકૃતિની વાત કેવળ પ્રતિહિંસા જન્માવતી હતી અને ઈસાન વખતની માત્ર માફ કરવાની વૃત્તિ ઉચ્ચસ્તરની હતી. પણ બન્ને વડે સામાજિક પ્રશ્નો ઉકેલાતા ન હતા. એટલે મુહંમદ સાહેબે વચ્ચેને કલ્યાણકારી માર્ગ સમાજને અહિંસાની દિશામાં લઈ જવા અને ઘડવા માટે બતાવ્યું. એક સિકકાની બન્ને બાજુની જેમ ન્યાય અને ક્ષમાને એમણે લીધાં. આમાં તે વખતે હિંસાનું જે પ્રચલન હતું તે ઓછું કરવાને જ પ્રયાસ થયેલો. મુહંમદ સાહેબ વખતની વિચિત્ર પરિસ્થિતિ :
એક પ્રશ્ન એ આવે છે કે મુહંમદ સાહેબના સમયમાં યુદ્ધો શા માટે થયાં ? એનું કારણ તપાસવા માટે આપણે તેમના જીવનને ચાર ભાગમાં વહેચવો પડશે. (૧) ૨૫ વર્ષો સુધી જીવનકાળ, ( ૨ ). ૨૫ થી ૪૦ વર્ષ સુધીના જીવનકાળ, (૩) ૪૦ થી ૫૩ વર્ષ સુધીને અને, (૪) ૫૩ થી ૬૩ વર્ષ સુધી જીવનકાળ.
૨૫ વર્ષ સુધીને કાળ તે તેમણે પોતાની જન્મભૂમિમાં વીતાવ્યો. “ઘરકી મૂગી દાલ બરાબર” જેમ મુહંમદ સાહેબનું થયું. અરબસ્તાનમાં મુહંમદ સાહેબ રહ્યા. અરબને ઘમંડી સમાજ તે વખતે એમની શું કદર કરે? ૧૦૦-૧૦૦ વર્ષો સુધી વંશપરંપરાગતથી જ્યાં યુદ્ધો ચાલતાં હેય, એકબીજાનું ખૂન કરીને જ વેરનો બદલો લેવાતો હોય, જગાર રમાતા હેય, દારૂના ચરૂના ચરૂ નિઃશંક રીતે પીવાતા હોય, સ્ત્રી જાતિની બિલકુલ કીંમત જ ન હોય તે સમાજને સાથે માર્ગે વાળવામાં મુહંમદ સાહેબને કેટલી જહેમત ઉઠાવવી પડી હશે? . ઇસ્લામ ધર્મના પ્રચાર પહેલાં અરબસ્તાનમાં સ્ત્રી જાતિની બિલકુલ કદર ન હતી. બાપ ગુજરી જાય તો તેનો દીકરો, પોતાની સગી માતા સિવાયની બધી જ સ્ત્રીઓને પોતાની પત્ની બનાવી શકે ! પુત્રી જન્મતાં જેમ આપણે ત્યાં “પથર–આવ્યો” એમ કહેવાની રીત છે તેમ ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com