________________
૧૨૪
“સાંઈ આ તે બાદશાહને મહેલ છે–ધર્મશાળા નથી. તે તે પણે છે. - ત્યાં જાવ ! ”
પેલો કહે ! “આ મુસાફરખાનું જ છે. તને ભલે એ મહેલ લાગે” બાદશાહ જાણવા તેજાર થાય છે.
સાંઈ કહે છે: “આ મહેલ કોણે બંધાવ્યા ? તારા દાદાએ ! એ તો ગયો. તારા બાપ આવ્યા. તારા બાપ ગયા કે તું આવ્યો. હવે તું જઈશ એટલે તારા દીકરાઓ આવશે. આમ મહેલ રહેશે–પેઢીએ રહેનારા બદલાતાં રહેશે. હવે એને મુસાફરખાનું ન કહીએ તો બીજું શું કહી શકાય.”
બાદશાહને ચિંતન ચાલ્યું –
નથી સુખ પુત્ર પ્યારામાં નથી દિલ જાન દારામાં નથી મહેલ ખજાનામાં
તમારૂં છે તમારામાં ) તમે જેની શોધમાં છે, તેની ખબર કેવળ અનુભવીને છે! બાદશાહને જબર ચોટ લાગે છે અને તે એક દિવસ મહેલ છોડી ચાલી નીકળે છે. રસ્તામાં પોતાનાં કપડાં અને ઘરેણાં કાઢીને એક ભરવાડને આપી દે છે અને તેનાં કપડાં પોતે પહેરી લે છે. જંગલમાં લાકડાં કાપીને તેને વેચીને જીવન ગુજારે છે. ઇસ્લામનું પવિત્ર અને સાચું જીવન એટલે પવિત્ર રહે, હકનું ખાવ, કેદની થાપણ ઓળો નહીં, પાડોશી સાથે પ્રેમ રાખે ! આ બધાં વ્રતો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે. આમ કરતાં પદર વર્ષ નીકળી જાય છે.
ગયા તે વખતે તેમને એક વર્ષને પુત્ર તે સોળ વર્ષને થવા જાય છે. પિતા હજુ હજથી પાછા ફર્યા નથી એટલે તે માને લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com