________________
૧૩૨
રાજ્ય ઉપર ધર્મનો પ્રભાવ ઊભો થાય તેવી સુસંસ્થા સાથેના આધ્યાભિકવાળા સંબંધે; આમ કરવાથી અલગ વાડાનો ભય ઊભો નહીં રહે અને છતાં સંશોધનપૂર્વક સર્વધર્મ સમન્વયને કાર્યક્રમ અમલી થઈ શકશે.
બીજો પ્રશ્ન પૂ. દંડી સ્વામીએ આ રીતે મૂક :(૨) પ્રશ્ન :-હિંદુ માનવજાતિ અભડાવામાં માનનારી હેવા
છતાં, આટઆટલાં ઈસ્લામી, ખ્રિસ્તી ધર્મોના આક્રમણ થવા છતાં કેમ ટકી અને આટલી મેટી
સંખ્યામાં કેમ રહી શકી? ઉત્તર સાર: કાઠી, રબારી, ઝાલા રાજપૂત વ. માના કેટલાય હુણ, શક વગેરે છે. છતાં હિંદુ ધર્મમાં સમાઈ ગયા છે. તેનું કારણ બધા ધર્મોનું ખેડાણ ઊંડું થયું છે. ઉદારતા અને સૈમાંથી સારૂં તત્વ લેવાની વાત ભારતીય હિંદૂધર્મના ખમીરમાં છે. અનેક સાધુસંત ઋષિઓ, બ્રાહ્મણો પ્રતાપ, શિવાજી જેવા અને રામકૃષ્ણ જેવાને આ પરંપરા મળી છે, જે મૂઢતા, અસ્પૃશ્યતા વગેરે ન હેત તો આ ઘર્મ કેવળ રાજ્ય ક્ષેત્રે નહીં, બલકે સર્વક્ષેત્રે અજોડ હોત અને જગતને ગુરુ સિદ્ધ થાત.
(૨૩-૪-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com