________________
૧૨૯
પ્રશ્નો પેદા કરે છે. તેઓ કુરાન સિવાય કોઈ ધર્મગ્રંથને માનતા નથી. અહીં આવ્યા અને લાકડાં મળવા છતાં દફનાવવાનું ચાલુ રાખ્યું છે. મુસ્લિમ ધર્નગુરુઓ પણ પ્રાયઃ રૂઢિચૂસ્ત હેય છે. હિંદુઓ તે બીજામાંથી ઘણું તારવીને લે છે પણ તેવું મુસલમાનોનું નથી. વળી તેમની સાથે એતત થવામાં તેને બહોળો ભાગ માંસાહારી હેઈને ત્યાંની ભિક્ષા કામમાં આવશે નહીં ! એ સર્વધર્મ સમન્વયમાં બાધક નહીં બને ?
શ્રી. બળવંતભાઈ : મુસ્લિમમાં ઈમાનદારી અને ભ્રાતૃત્વભાવ વિશેષ કહેવાય છે. પણ અમદાવાદમાં મને જે મુરિલમોને અનુભવ થયો તે વિચિત્ર છે. તેઓ ખૂબ દારૂ પીએ છે, જૂઠું બોલે છે, ઝઘડે કરે છે. આ બધું જોતાં અને નેમિમુનિ કહે છે તેમ માંસાહાર વ. જોતાં, સર્વધર્મ સમન્વયમાં આપણે ઈસ્લામ ધર્મની વિશેષતાઓ જરૂર તારવી શકીએ પણ એમની સાથે ઓતપ્રેત કઈ રીતે થઈ શકાય ? જો કે કુરેશી કુટુંબ, નાગેરી કુટુંબ વ.ની વાત જુદી છે. પણ, બાપુના વખત પછી આટલા પ્રયત્નએ પાંચ-પચીશ કુટુંબ પણ માંડમાંડ તૈયાર થયાં હેય તે કેટલો લાંબો સમય લાગશે? સંસર્ગથી પ્રેમ વધે :
શ્રી, સવિતાબેન : “અમે માંગરોળમાં રહેવા ગયા ત્યારે મુસ્લિમ લત્તામાં રહેવું પડયું. પ્રારંભમાં તે માંસ-મચ્છીની દુર્ગધને કઈ અનુભવ થયો. પણ ત્રીજા દહાડે ત્યાંની બાલિકાઓ આવવા લાગી. પછી તે ગાઢ સંબંધ બંધાયા. તેઓ અમારા માટે ઘણી ઘણી રીતે ઘસાતાં. અને જે ઈમાનદારી અને સ્નેહ દેખાડતાં તે એવા હતા કે જ્યારે છૂટા થવું પડયું ત્યારે આંખે આંસૂ આવ્યાં હતાં.
શ્રી બ્રહ્મચારીજીઃ “એક સાધના સિદ્ધ પુરૂષ પાસેથી મેં જાણ્યું કે તે મુસ્લિમ કુટુંબમાં બાર વર્ષ રહ્યા. તે કુટુંબે તેમની સેવા ચાકરી કરી હતી એટલું જ નહીં, એ કુટુંબમાં માંસાહાર તો શું ડુંગળી-લસણ પણ ખાતા ન હતા. ભક્તિ અને ઈમાનદારી તે અજબની હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com