________________
૧૨૫
તેમની શોધમાં નીકળે છે, ધર્મસ્થાનકમાં પૂછા કરે છે તે જવાબ મળે. છે. “અહીં ઈબ્રાહીમ નામના કોઈ ઓલિયા કે ફકીર નથી પણ એક મજુર છે.”
એવામાં એ માથે ભારે ઉપાડીને આવે છે. શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું છે. કપડાં ફાટી ગયાં છે; શરીર સૂકાઈ ગયું છે. એક વખતના બાદશાહની આ દશા ? સ્ત્રીની આંખમાં દડદડ કસ્તાં આસું સરી પડે છે. પેલો લાકડા વેચીને લેટ લાવે છે અને રોટલી બનાવે છે કે તેની બેગમ કહે છે “મને રેટી બનાવવા દે !”
બધા ખાવા બેઠા છે બેગમની આંખમાંથી આસું બંધ થયા નથી ત્યારે ભૂતકાળને એ બાદશાહ કહે છે: “ તું મને રડે છે ! પણ, મારૂં દિલ તને રહે છે. તારું દિલ માલ-મિલકતમાંથી હજુ છૂટું થતું નથી !”
આવા આવા એલિયા થઈ ગયા છે ઇસ્લામમાં...! ઇસ્લામની સારી વાત :
ઈસ્લામની સારી વાતો આપણે લેવાની છે. જગતને શાંતિના રસ્તે લઈ જવું હશે તો સારાં તો લઈને જોડવાં પડશે. મેં એવા ઘણુ મુસ્લિમ કુટુંબને જોયાં છે-જે ગાંધીજીના સંપર્ક પછી તન પવિત્ર રસ્તે ગયેલા છે. એ નવા ફાલને અપનાવવાની જરૂર છે. ખાનપાનના સંબંધે જોડવાની જરૂર છે, નહીંતર જે કટ્ટર લોકો છે. તેમાંથી એ તરછોડાઈ જશે.
આ બબાતમાં ખાસ કરીને હિંદુઓએ સાથ આપવો જોઈએ. એટલે જ આપણે સારાં ત તારવવાં પડશે. આપણે જ્યારે તારવણી કરશું તે નીચેની વાત સ્પષ્ટ આગળ આવશે:–
(૧) પ્રભુ સહુને એક છે. ધર્મ બધાને એક છે. દરેક પયગંબરે સરખાં છે. એટલે પ્રભુના પ્યારા સહુએ એક થવાનું છે. સહુ એકબિરાદરીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com