________________
૧૨૩
બહેને ઈસ્લામમાં ઓલિયા થઈ નથી. કદાચ કોઈ સંત કટિની હશે તે પણ તેનું સંકલન ઓલિયા તરીકે થયું નથી. તે છતાં આ ઓલિયાઓ કેટલું ઊંચું છવન જીવતા તેને એક દાખલો આ છે :
સંત હબીબ નામના એક ઓલિયા થઈ ગયા. એક વખત કોઈ કામ માટે બાજુમાં ઊભેલી સ્ત્રીને કહ્યું : “ઝુબેદાને બોલાવો !
ઝુબેદા તેમની જૂની દાસી હતી. ત્રીસ વરસની જૂની હતી. નાનપણથી જ ત્યાં હતી અને જુવાન હતી. તે બાઈ ઝુબેદાજ હતી. તેણે આશ્ચર્યથી કહ્યું : “હું જ ઝુબેદા છું! આપ મને ઓળખતા નથી ? બેલો શું કામ છે?”
સંત હબીબે કહ્યું: “હું ઈશ્વર સિવાય બીજા કોઈને જેતે નથી!” આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેઓ કેટલા સંયમી હશે?
સૂફી સંત બાદશાહોમાં બહખના ઈબ્રાહીમનું નામ આગળ આવે છે. પહેલાં તો તે ખૂબ જ વિલાસમાં જીવન ગાળતા હતા. તે વખતે એક પ્રસંગ બને. એક ઓલિયા જેવા માણસ તેમની પાસે આવ્યો. તેણે કહ્યું “મારૂં ઊંટ ખોવાયું છે. અહીં તો નથી ભરાયું ને ?”
ત્યારે બાદશાહ કહે છે: “ અરે મૂરખના જામ ! એટલી ખબર નથી પડતી કે ઊંટ આ ત્રણ માળના મકાન ઉપર ચઢી શકે ? એ તો જંગલમાં હેય ! કાંઈ વસતિમાં થોડું જ હોય !”
ત્યારે તે માણસ કહે છે: “હું મૂખ નથી. તમે મૂર્ખ છે ! આટલી બધી બાદશાહીમાં, આટલી બધી વસતિમાં ખુદાને શોધે છે તે મળશે ખરો !”
ઇબ્રાહીમઆદમને દિલ ઉપર ચોટ લાગે છે. ઊંટ જંગલમાં મને તે ખુદા ક્યાં મળે ? તેના જીવનમાં પલટો આવે છે.
તેજ વખતે એક બીજો પ્રસંગ બને છે. એક ફકીર તેમના મહેલમાં આવી ચઢે છે. તે પિતાને બિસ્તરે ત્યાં મૂકે છે. બાદશાહ કહે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com