________________
૧૧૮
એમ ન માનતા કે હું એક જ પયગંબર છું; આજ સુધીમાં અનેક પયગંબરે થઈ ગયા છે અને બીજા થશે.” તે ઉપરાંત હ્યું છે કે “દરેક દેશ અને જાતિમાં પગબર થાય છે.”
આમાં પાંચ પયગંબર તે જાણીતા છે :–નૂર, ઇબ્રાહીમ, મૂસા, ઈસા અને મુહમદ. બીજા અનેક થશે. જે સંદેશો ખુદા આપે છે તેજ હું આપું છું.”
આમ આપણે જોઈ શકીએ છીએ કે ઇસ્લામમાં બધા ધર્મ પતિ અપૂર્વ સમભાવ બતાવવામાં આવ્યો છે, એટલું જ નહીં બધા ધર્મ સંસ્થાપકોને પણ માન્ય રાખવામાં આવ્યા છે એટલું જ નહિ જે નવા ધર્મસ્થાપકો થશે તેને પણ માન્ય કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે એક હાથમાં તલવાર અને એક હાથમાં કુરાન એ ઈસ્લામ ધર્મ છે, એમ માનવું ભૂલભરેલું છે. જે કે અન્યાયોની સામે ન્યાય ભરી લડત આપવાને--ખુદાની સાક્ષીએ દરલામમાં વિધાન છે; પણ તે અન્યાય થત હોય ત્યારે. માંસાહારનું વિધાન કઈ કક્ષાએ?
ઘણું લોકોને, ખાસ કરીને હિંદુઓ અને જેનોને ઇસ્લામના માંસાહારનું વિધાન તેને સારે ધર્મ મ નવા માટે રોકે છે. આ અંગે પણ તે કાળની પરિસ્થિતિ અને અરબસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ સવિશેષ જવાબદાર છે. ઈસ્લામની જેમ ઈસાઈ ધર્મ માટે પણ માંસાહાર અંગેને પ્રશ્ન ભૌગોલિક છે. આપણે ત્યાં પણ પ્રાચીન કાળમાં, લોકે વનસ્પતિ તરફ નહોતા વળ્યા ત્યારે ઋષિમુનિઓએ જંગલમાં માંસાહાર કર્યાને ઉલ્લેખ પુરાણોમાં મળે છે. હજુ પણ ઘણા સ્થળે ધર્મસ્થાને કે મંદિરે ઉપર બલિદાન અપાય છે અને માંસાહાર પ્રચલિત છે. માંસાહારને સર્વપ્રથમ જીવદયાની દૃષ્ટિએ, જબ્બર વિરોધ કર્યો તો ભ. અરિષ્ટ નેમિએ અને ભગવાન મહાવીરે...હિંદમાં તેમની એ વિચાર-સરણી આગળ ધપી.હિંદુઓ અને જૈને તેમાં ભળ્યા પણ બૌદ્ધોને અકાળના સમયે નમતું મૂકવું પડ્યું અને આજે બૌદ્ધ ભિક્ષુઓમાં સૂઝતે માંસાહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com