________________
૧૧૭
આને નિકાલ કેમ કરવો? આવી પરિસ્થિતિમાં માર્ગ કાઢવા હજરત સાહેબે વધારે સ્ત્રીઓ કરવાની છૂટ આપી પણ ગુલામ કે રખાતા તરીકે રાખવાની ના પાડી; લગ્ન કરીને રાખવાની છૂટ આપી. જે વધુ સ્ત્રીઓ વેશ્યા થાય, ગુલામ થાય; તેના કરતાં લગ્ન કરવાનું કહ્યું, સાથે-સાથે સ્ત્રીઓના ચરણમાં સ્વર્ગ છે એમ જણાવી તેમણે સ્ત્રીઓના અધિકારોના નિયમે આપ્યા અને વાસાહક વગેરેની જોગવાઈ કરી.
આમ તેમણે લગ્નજીવનનો સ્વીકાર કરાવી બ્રહ્મચર્યનું તત્વ વધાર્યું. હજ કરવા જાય ત્યારે બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ એવું તેમણે ફરમાન કર્યું. હજ કરીને પાછા ફરનાર માટેના નિયમોમાં “સંયમ” પણ આપે.
તે વખતે લોકોનું માનસ એટલું બધું જંગલી હતું કે માણસોને કાપીને ખાઈ જાય તેવી કક્ષાવાળા હતા. તેમાં પણ સ્ત્રી જાતિને એક જીવતી મિલ્કત ગણનારા અને જરાક વાંક થતાં તેનું ડોકું કાપવામાં ન અચકાનારા લોકો હતા. ત્યારે મુહંમદ સાહેબે જે કર્યું તેનું મૂલ્યાંકન કરશું તો જ ઈસ્લામને સાચો ન્યાય આપી શકાશે. જે કે ભારતમાં ઈસ્લામીઓ લૂંટ કરવા આવ્યા, કાં સત્તા મેળવવા આવ્યા હતા. એની સાથે ઈસ્લામના સિદ્ધાંતોને કંઈ પણ લાગતું વળગતું નથી. જે લૂંટ કે અત્યાચારજ ઈસ્લામના સિદ્ધાંત હોત તે અકબર, જહાંગીર, શાહજહાં જે કળા સ્થાપત્યનો વિકાસ સાધી શક્યા તે શક્ય ન થાત. ચંગેઝખાન કે નાદિરશાહ જેવા લૂંટારાઓને અન્ય લૂંટારાઓજ ગણાવી શકાય. તેમને કોઈપણ કક્ષાએ સાચા મુસલમાન કહી શકાય નહીં.
સર્વધર્મ અને પયંબર સમભાવ
કુરાનમાં બે વિભાગ છે. એક “વહી” વિભાગ છે જેમાં પ્રેરણાઓ આપેલી છે. બીજો “હદીસ વિભાગ છે જેમાં સમજણ આજ્ઞાએ આપવામાં આવેલી છે. તેમાં કહ્યું છે કે “ એમ ન માનશે કે કેવળ ઈસ્લામ ધર્મ, એજ સાચે ધર્મ છે, બીજા ધર્મ પણ સાચા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com