________________
૧૭
ઇસ્લામ પેદા થશે તે વખતની પરિસ્થિતિને ખ્યાલ કરતાં, તડબૂચની જેમ માણસને ચીરવાની અને બલિ આપવાની પ્રથાને વિચાર કરતાં; અને તે વખતની વહેમ અને અંધશ્રદ્ધામાં ઉછરતી પ્રજાને ઠેકાણે લાવવા માટે, તે કાળની સ્થિતિ પ્રમાણે જે વહેવારિક પગલું કોઈ પણ ધર્મનેતા લાવી શકે તો તે મહંમદ સાહેબે ઇસ્લામરૂપે ભર્યું હતું. તેમણે ઈમાનદારી, બિરાદરી, એક ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા અને ન્યાય એ ચારેયનું આરબ પ્રજામાં જે સર્વ ભર્યું છે તે આજે પણ છે. જો કે ઈસ્લામના નામે, પાછળનાં શાસકો અને આક્રમણકારીઓએ તલવારના જોરે વટાળ પ્રવૃત્તિ ચલાવી હતી; પણ ખરું જેવા જોઈએ અને ઊંડા ઊતરીએ તે જણાશે કે તે વાત ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધમાં હતી. પણ તેણે જે સંજોગોમાં માણસાઈના દીવા પ્રગટાવ્યા છે તે માટે દરેકને ભાન થયા વગર નહીં રહે.
ઉપર જોયું તો તે વખતને સિદ્ધાંત વગરને સમાજ એક નિશ્ચિત માનવીય આદર્શો અને મર્યાદામાં બંધાઈ ગયા હતા. તે વ્યવસ્થિત બન્યો અને એકબીજાનાં ગળાં કપાતાં બંધ થયાં. માણસોનાં બલિદાનો બંધ થઈને બકરાનું બલિદાન આપ્યું. ભારતમાં પણ વૈદિક હિંસા ક્રમશઃ અહિંસા તરફ વળી તેમાં માનવબલિના બદલે પશુબલિનું જ પગથિયું આવ્યું છે. એ વખતે પણ તેમને માનનારો મેટા સમૂહ હતા અને આજે પણ તે જગતના મોટી સંખ્યાના અનુયાયી ધરાવતે ધર્મ ડેઈને તેનામાં જરૂર કોઈને કોઈ વિશેષતા-આકર્ષણ તે હશે જ; એમ વિચારક તારવ્યા વગર નહીં રહે.
ચર્ચા-વિચારણું પૂ. ગોપાલ સવામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વત્યુ સહા ધમ્મ”-વસ્તુને સ્વભાવ એ ધર્મ તે વ્યાખ્યા ખૂબ જ ગમી છે. ઇસ્લામ ધર્મમાં સારી વાત છે પણ કાળે કરી તેમાં કચરો વગેરે પણ ભરાય છે. તેવી જ રીતે ઇસ્લામની ઈમાનદારી, વ્યાજ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com