________________
૧૧૩-૬
ખ્રિસ્તીઓ પ્રાર્થના કરવા બેઠા છે. હજરત જરા મેડા પડ્યા હતા. તેઓ આવ્યા કે પેલા ઊઠવા લાગ્યા. એટલે મહંમદ સાહેબે કહ્યું : “તમે અહીં જ પ્રાર્થના કરે ! નમાજ અને પ્રાર્થનામાં ભેદ નથી. એક અદબ વાળે છે. એક ઘૂંટણીએ પડે છે. બન્નેને સરખું જ મળે છે. ધર્મ સૌને સરખે છે. તમે જે દેવને માનતા હે એને માને !”
આ ઉપરાંત મહંમદ સાહેબ માણસના ભાઈચારા અને પ્રેમમાં ઘણું માનતા. એકવાર કેવળ ચાર પાંચ જણ બાકી રહ્યા ત્યારે તેમના કાકા “અબુ તાલિબે' કહ્યું : “મહંમદ ! હવે આપણે ચાર-પાંચ જણ રહ્યા છીએ એટલે તું કોઈ ચમત્કાર બતાવ!”
ત્યારે તેમણે કહ્યું કે ચમત્કારની વાત કૃપા કરીને મને ન કહેશે. ચમત્કારથી ધમ–પ્રચાર થતો નથી, પણ પ્રેમ અને મહાબતથી થાય છે. પરીક્ષા પ્રસંગે
તેમણે સત્ય પ્રેમથી લે કાનાં દિલ એવી રીતે જીતી લીધેલાં કે તેને ચમત્કાર જ ગણ પડશે. તેમણે કોઈ ભૂરકી નહતી છાંટી પણ તેમના અનુયાયીઓ, તેમને માટે પ્રાણ આપવા તૈયાર રહેતા.
એક હબસી ગુલામ બિલાલને પરીક્ષા લેવા માટે ધગધગતી રેતીમાં સૂવાડવામાં આવ્યા હતા, પણ તેણે ઇસ્લામ ધર્મ છેડવાનું નામ ન લીધું. તેમણે ગુલામોને પણ માનવ ગયા અને પ્રેમથી પોતાના કરી લીધા.
એક વાર એક શ્રીમતે સુવેબ નામના ગુલામને કહ્યું : “તારા હજરતની એવી દશા કરશું કે ખબર પડી જશે !”
સુબે કહ્યું : “હજરત કરતાં મને મારો હેય તે મારી નાખે ! મારા કુટુંબને પાયમાલ કરી નાખો ! પણ હું ઈસ્લામને છોડનાર નથી!”
એવા જ એમના એક બીજા ભક્ત યાસિહ, અને તેની પત્ની સમિયાન, ભાલાની અણુ ઉપર સુવાડ્યા અને કહ્યું : “ઈસ્લામ છે!”
“તેમણે કહ્યું : “ના! બધા માને એક છે. ખુદા એક છે. તે બધાને છે. બધા તે ખુદાના સંતાનો છે !”
આ ઈસ્લામનું રહસ્ય છે. તેણે ઈમાનદારી અને બિરાદરી શીખવી છે. હજરતના જીવનમાં ઊંડા ઊતરીએ તે આ બધી બાબતે મળવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com