________________
૧૧૩૮
લેવું, માનવ એકતા એ બધી વાતે સાર રૂપે છે; પણ ઝનૂન, માંસાહાર વગેરે તજવા જેવી વાતો છે.
શ્રી. પૂંજાભાઈ: “આપણે ઇરલામ તરા સૌમ્ય નજરે જોવાની ટેવ પાડવી પડશે. મહંમદ પયગંબર અને બીજા ઈસ્લામી મહાત્માઓનાં જીવન-કવન અને સૂચન અંગે પણ તટસ્થ ભાવે વિચારવું પડશે. કુરાનના સાચા સંશોધનથી અને સર્વધર્મ સમન્વયી ક્રાંતિકારોનાં જીવનથી સારું પરિણામ આવશે. ગાંધીજીએ જે નવી દષ્ટિ આપી છે; તેથી રસ્તે નજરે ચડે છે. - શ્રી. બળવંતભાઈ: “મને તે લાગે છે કે ભારત હિંદુ-મુસ્લિમ એકતામાં આગળ વધશે. અહીં સર્વા ગીક્રાંતિકાર, આદિ મનુ ભગવાન, ઋષભદેવ વગેરેએ માનવજાતને અહિંસા તરફ આગળ વધારી છે. તેમાંયે પ્રભુ મહાવીરે ઊંડી રીતે અહિંસા આપી છે. એટલે ભારત હિંદુ-મુસ્લિમ એક્તામાં આગળ રહેશે તેમ જ મઝહબનાં ઝેર દૂર થશે!”
શ્રી. ગોસ્વામી : “સાચા આરબે, જેમણે ભાથું ખાવા બદલ જાન આપ્યા છે કે તેટલી હદે ઝઝૂમ્યા છે. આમ ત્યાં નેકી અને પ્રમાણિકતા છે.”
પ્ર. ગોપાલસ્વામી : “તેરાપંથી આચાર્ય તુલસીજીએ કહેલું કે, શંકરાચાર્ય જેવા પણ જૈનધર્મને હિંદમાંથી ન કાઢી શક્યા. તેનાં કારણમાં તેનું ખેડાણ ઊડું હતું. તેણે વૈદિક ધર્મને અહિંસક રૂપ આપ્યું જે ઇસ્લામ ધર્મને પણ અસર પહોંચાડશે.”
શ્રી. બ્રહ્માચારીખ : “મુસ્લિમ ધર્મનું પણ સંશોધન થાય તે તે પણ જગતને ઉપયોગી થઈ શકે તેમ છે.”
શ્રી. બળવંતભાઈ: પૂ. સંતબાલજીની અધ્યક્ષતામાં કાલબાદેવી પાસે સર્વધર્મ પરિષદ ભરાઈ હતી. ત્યાં મેં એક મૌલવીને કહેતા સાંભળ્યા હતા કે, “ગાયનાં માંસની મના અમારી કોમ આજ સુધી પાળે છે. ભૂલથી ખાનારને નાતબહાર મૂકાય છે. મતલબ કે ઈસ્લામમાં પણ માંસાહાર સંપૂર્ણપણે નથી!
પૂ, શ્રી. સંતબાલજીએ ઉપસંહાર કરતાં કહ્યું : “એશિયાઆફ્રિકાના પ્રતિનિધિની પરિષદ સફળ થઈ. તેમાંયે હિંદુ-મુસ્લિમ એકતા કારણભૂત હતી તે ન ભૂલવું જોઈએ.
(તા. ૨-૪-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com