________________
૧૧૩-૩
ઇશુને અંત કઈ રીતે આવે તે આપણે જોઈ લીધું—પણ ઈશુના અવસાન બાદ તેના સિદ્ધાંતને પ્રચાર પેલેસ્ટાઈનની ઉત્તર-પશ્ચિમ એટલે કે યુરોપમાં વધારે થયો. તેના સિદ્ધાંતને દક્ષિણ – પૂર્વ તરફ વેગ ન મળે. કહેવાય છે કે અરબસ્તાન તરફ મુસાની સાથે જૂના કરારને માનનારા લોકો જોઈન થઈને આવેલા. આ લોકોનો કાયદો હતો કે “મારે તેને ખો ભૂલે તે રીતે માર !” અહીંના અરબરતાનના લોકોમાં પણ એ જ કાયદે હતે. જંગલી અવસ્થામાં આવું જ હોય છે. આપણે પણ ઉશ્કેરાટમાં જંગલી થઈએ તો આપણું માટે પણ આ જ કાયદો બની જાય છે.
તે વખતે ઉપર બતાવ્યા તે ત્રણ અલગ અલગ ધર્મો હતા. તેમની આપસમાં લડાઈઓ થતી રહેતી. જેથી પુરૂષો કપાતા અને સ્ત્રીઓ વિધવા થતી. એટલે એક માણસને ગમે તેટલી સ્ત્રીઓ કરવાની–ગુલામ તરીકે રાખવાની છૂટ હતી. તે વખતે ધમે રાજયને આશ્રય લીધે હતો એટલે રાજ્ય-રાજા મુખ્ય બની ગયા હતા. તે કહે તે ધર્મ મનાતે. પ્રજા માટે બે વાત હતી. કાં તે કર્મકાંડોને આધીન થાય-ક રાજાને તાબે થાય. આવી પ્રજાને ધર્મને રસ્તે લાવવી હોય તો તેને તબક્કાવાર ધર્મની વાત સમજાવવી પડે. મહંમદ સાહેબ આવી પરિસ્થિતિમાં જમ્યા હતા એટલે તેમને કેવા યુગમાં, કેવી પ્રજાને ઘડવાની હતી તેને સાચે ખ્યાલ આવી શકશે અને તેમાં ઈસ્લામનું રહસ્ય જાણી શકાશે. મહમદ પયગંબરનું જીવન-કવન
હવે મહંમદ સાહેબના જીવન ઉપર નજર નાખીએ. તેમણે પિતાનું સુખ જોયું ન હતું. પિતા અબદુલ્લા તેમના જન્મ પછી તરત મરણ પામ્યા હતા. માતા “અમીના” પણ જન્મ આપીને બીજે વરસે વિદાય થયા. એટલે મહંમદ સાહેબને જે વાત્સલ્યનું સુખ મળવું જોઈએ તે મળ્યું નહોતું. તેમના પરદાદા અને કાકા અબુતાલીબે તેમને ઉછેર્યા હતા. જે પ્રેમ અને સંસ્કાર માતાપિતાથી મળે તે દાદા કે કાકાથી ન મળી પાકે. ઇસ્લામમાં જેહાદની જે વાત આવી તેમાંનું કેટલું ક તત્વ આ ખામીમાંથી આવ્યું છે. પ્રેમ રાખીને યુદ્ધ થઈ શકે એ વાત તે કાળે તેમના માટે નવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com