________________
૧૧૩ તે છતાં આ બને ધર્મોમાંથી કોઈપણ ધર્મ પિતાના સુંદર વિચારો વડે માનવસમાજની વ્યવસ્થા જાળવવામાં સફળ થયો ન હતો. તે ઉપરાંત ધર્મના નામે “બદલો” લેવાની અને “માફ કરી દેવાની લેકવૃત્તિ ઠેઠ સુધી હતી. “મારે એટલે તેના કુટુંબને પણ ખતમ કરી નાખો !” આ વાત ધર્મના નામે એક તરફ ચાલતી હતી. ત્યારે બીજી તરફ “અત્યાચાર કયાં સુધી કરી શકશે માટે સહન કર્યું જાવ. એક દિવસ તમારા આવશે” આવી માન્યતા શોષિત-પીડિત વર્ગમાં જોર પકડતી હતી.
એથી પણ વિચિત્ર સ્થિતિ એ હતી કે ધર્મ રાજ્યાશ્રિત બની ગયો હતે. પ્રભાવશાળી રાજાઓ અને જમીનદાર લોકો ઉપર બેફામ સિતમ ગુજારતા હતા. માનવજાત ઉપર જે જોરજુલમ થતા હતા તેનો ઉપાય ધર્મ આપી શકતા ન હતા. આજથી ૧૩૮૦ વર્ષ પહેલાંની આ ભૂમિકા હતી.
યહુદી ધર્મના તમાં પ્રથમ યુગે “તમારા ગાલ ઉપર એક તમા મારે તે તમારે બે મારવા. અને તે પણ એવા કે ફરી તમા મારવાની હિંમત ન કરે !” એ હતું.
મુસાએ તેને મર્યાદા આપી. તેમણે કહ્યું: “જે મારે તેને બદલો આપે. પણ એક મારે તેને એક ભારે; પણ એવું મારો કે ડંખ ન રહી જાય તે માટે ન્યાય જાળ. એટલે જેટલું સામેથી કર્યું હોય તેટલું જ તમે કરે!”
પણુ, ઈશુએ જોયું કે દરેક વાતમાં બદલાને પ્રધાનતા આપવામાં આવે તે મનમાંથી રોષ નીકળે નહીં. એટલે આસ્તિક ધર્મની જેમ માનવું કે આ તો પુનર્જન્મને લેણિયાત છે. તેનું લેણું મારે પતાવી દેવું. એટલે ગુસ્સે નહીં કરવે-બદલે નહીં લે! જે કદાચ ગુસ્સામાં તે જમણું ગાલે તમાચે મારે તે તારે ડાબે ગાલ આગળ ધર. તેને પસ્તાવો થાય કે મેં ભૂલ કરી છે.
આમ અન્યાયના પ્રતિકારની ત્રણ શ્રેણીઓ ત્યાંના લોકોમાં હતી. જના કરાર પ્રમાણે : “ એક મારે તેને એ મારો અને તે પણ છે ભૂલી જાય તેવી રીતે મારે.” મુસાન નવા કરાર પ્રમાણે –મારે તેને મારે પણ ન્યાણ જાળવવા, નહિ કે પંખ વધારવા; ત્યારે ઈશુએ કહ્યું:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com