________________
૧૦૫
જૂના કરારના ઉપરના પાંચ કરારે જોવા જઈએ તે બૌદ્ધ ધર્મના પંચશીલ, જેનાં પાંચ વ્રતો અને હિંદુઓના પાંચ યમને મળતા આવે છે.
ઈશુએ નવા કરાર પ્રમાણે જે વસ્તુઓ રજુ કરી તેમાં તેણે નવી પ્રક્રિયા ઊભી કરી. બદલ ન લે. પણ ડાબા ગાલના બદલે જમણે ગાલ ધરી ભાણસાઈને જગાડવાની વાત કરી. બધા ભગવાનના પુત્ર છે. એટલે કોઇએ કોઇની સાથે ભેદભાવ ન કરવો જોઈએ. તેણે પિતાને “પ્રભુને પુત્ર” કો અને આખા વિશ્વનું ભ્રાતૃત્વ ઊભું કર્યું કે તેણે સર્જેલાં દરેક બાળકો સમાન છે.
ભગવાન અંગે તેણે અનંત શ્રદ્ધા વધારી અને તેના શરણે જઈને પાપ એકરાર કરીને શાંતિ મેળવવાનું કહ્યું. જૂના કરાર પ્રમાણે ધનોત પત થઈ જવાની વાતને તેણે સદંતર ટાળી નાખી અને ભગવાન એટલે અસીમ પ્રેમ, ક્ષમા અને કરૂણાનો ભંડાર છે એમ જાહેર કર્યું.
તે વખતમાં યહૂદીઓ જ ખ્રિસ્તી ધર્મને પાળી શકતા. પણ ઈશુએ તેના દરવાજા દરેક માટે ઉઘાડ્યા; અને આમ પ્રભુની છાયામાં બધાને એક કર્યા. તેણે પોતાના જીવનના બલિદાનથી એ સિદ્ધ કરી આપ્યું કે, બલિદાનનું-એકે-એક લોહીનું ટીપું ઉગી નીકળવાનું છે, અને તે વાત સત્ય કરી.
ઈશુના અવસાનને બબ્બે હજાર વર્ષ વીતવા છતાં, સેવા, શિક્ષણ અને આરોગ્ય નિમિત્તે, ઇસાઈ સાધુ સંસ્થાએ આખા જગતમાં જે પ્રચંડ કાર્ય કર્યું છે એ ઈશુની નસનસમાં વ્યાપ્ત લોક-સેવાની ભાવનાનું અતિ વિસ્તૃત સ્વરૂપ છે. ઈસાઈ-સયાજથી કરડે રૂપિયા પછાત દેશ માટે સહાયતા રૂપે, દવા માટે આપે છે, એ ઇશુની દાનની ભાવનાનું પ્રતિબિંબ છે અને ઠેર ઠેર નિયમિત રવિવારે થતી ઇસાઈ સમાજની પ્રાર્થના એ તેમની ભગવાનની શ્રદ્ધાને ભવ્ય પડ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com