________________
૧૦૪ આલુ પ્રક્રિયામાં ફેરફાર :
ખ્રિસ્તી ધર્મમાં પણ બે વર્ગ છે. એક ખ્રિસ્તી અને બીજે યહૂદી. અને માટે પવિત્ર કરારે છે ખ્રિસ્તી ધર્મનું પ્રચલન મૂળ તો મૂસા (બેઝિસ) એ કર્યું હતું; પણ તેનું સંશોધન ઈશુએ કર્યું એમ કહી શકાય.
યહૂદીઓ મુસાના જુના ધર્મ કરીને માને છે. અને તેની સાથે ઘણું ચમત્કારિક વાતોને જોડે છે. ત્યારે ઈશુએ એ ભૌતિક ચમત્કારોને અવગણ્યા છે. પણ તેના અનુયાયીઓએ અંધશ્રદ્ધાથી આવા ઘણું ચમત્કારો એની સાથે જોડી દીધા છે, એ પણ હકીકત છે.
મૂસાના જૂના કરારોની દશ આજ્ઞાઓ આ પ્રમાણે છે – (૧) મા-બાપને આદર કરે. (૨) કોઈ જીવને ન મારો. (૩) ચોરી ન કરો. (૪) વ્યભિચાર ન કરો. (૫) જૂઠા સાક્ષી ન બને. (૬) પિતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરે.
(૭) કામમાં અઠવાડીએ એક દિવસ રજા પાળે. કારણકે પૃથ્વી રચનારે પણ પૃથ્વી બનાવતાં એક દિવસની રજા પાળી હતી.
(૮) જગતકર્તા ઇશ્વરની મૂર્તિ ન ર.
(૮) મને જ માને ! હું કહું તે દેવને માને. બીજાને પૂજશે તે ધનોતપનત થઈ જશે. - (૧૦) તને પરેશાન કરે તેને તું પરેશાન કર; દાંત ફેડે તેને દાંત ફોડ; પણ પ્રાણ ન લે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com