________________
આજે ઇસાઈ સમાજમાં પણ કેટલાંક અનિષ્ટો પ્રચલિત થયાં છે; પણ તેમણે વગર ભેદભાવે લાંબી લાંબી સફર ખેડી અજાણ્યા પ્રદેશમાં જે સેવા, શિક્ષણ અને આરોગ્યનું કામ કર્યું છે તે ન કેવળ સ્તુત્ય છે પણ “માત્મા સર્વ ભૂતેષુ” ગણનારાઓની કોરી વાતો કરનાર માટે અત્યંત અનુકરણીય છે.
ચર્ચા-વિચારણું બલિદાનની શ્રદ્ધાઃ
શ્રી. માટલિયાજીએ આજની ચર્ચાને ઉઘાડ કરતાં કહ્યું-જૂના કરારની આજ્ઞાઓમાં, છ આશાઓ તે એવી છે કે જે પાત્રોના પાયા સમાન છે. દા. ત. (૧) માબાપને માન આપવું, (૨) હિંસા ન કરવી, (૩) ચોરી ન કરવી, (૪) વ્યભિચાર ન કર, (૫) . ખોટા સાક્ષી ન બનવું (૬) તારા પાડેશીની સહાય કે વસ્તુની ઝંખના ન કરવી.
પછી એક દિવસની રજાને હક અઠવાડિયે દરેકને રહે તે માટે ભગવાનને દાખલ ટાંકો કે તેમણે (૧) આકાશ-પૃથ્વી, (૨) પ્રકાશ-પાણી, (૩) જળચર, (૪) પંખી, (૫) પશુ-બાગ (૬) આદમ અને ઈવ. આમ છ દિવસમાં રચના કરી પણ સાતમે દિવસે આરામ કર્યો. એટલે તે દિવસને પ્રભુને ગણી તેની ઉપાસના કરવાને નિયમ રાખ્યો. તેની પાછળ એજ ભાવના છે કે છ દિવસ તો ગરીબ-મજૂર બધા ભલે શ્રમ કરે-કરાવે, પણ એક દિવસ તે બધા એક સાથે-ભેદભાવ મીટાવીને બેસે.'
આદમ અને ઈવની વાર્તામાં આગળ ઉપર એમ કહેવામાં આવે છે કે તેમને અમૂક ફળ ખાવાની મનાઈ કરી–પણ બન્નેએ ખાધુ અને કલેશ ઝઘડા શરૂ થયા. આ ફળને માયાના ફળ તરીકે ઘટાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com