________________
૧૧૧ નામે ઘણાં અનિષ્ટો પ્રચલિત થઈ ગયાં હતાં. જ્યાં ભગવાનની મૂર્તિની ના પાડવામાં આવી હતી ત્યાં ઈશું અને સંતની મૂર્તિઓ સ્થપાઈ ગઈ હતી. ધર્મ પાછો કેવળ ક્રિયાકાંડ તરફ વળતે હતે. ધર્મગુરુઓ સ્વર્ગમાં જવા માટે ચિઠ્ઠીઓ લખી દેતા હતા. તે વખતે માર્ટિન યુથર થઈ ગયા. તેમણે તેને વિરોધ કર્યો એટલે પ્રોટેડૅટ ધર્મ પેદા થયો. એ અંગે ખુબજ ચર્ચા ચાલી અને એક તદન ન ક્રાંતિકારી વિચારક વર્ગ તેજ અરસામાં થયો. તેમણે અગાઉના રોમન કેથોલિક ધર્મને તેમજ પ્રોટેસ્ટંટ ધર્મની મધ્યમમાર્ગીય જાતિને પણ વિરોધ કર્યો. આ કદર સુધારાવાદી પંથ તે પ્રેમ્બિટેરિયન વર્ગ કહેવાય. આવો વર્ગ મોટા ભાગે હિજરતી બનીને અમેરિકા તરફ ગયો અને થોડાક ઓસ્ટ્રેલિયા તરફ પણ ગયા.
ધર્મ-સુધારાનું આ આંદોલન કેવળ યુરેપ સુધી ન રહ્યું પણ ભારતમાં તેની વ્યાપકપણે અસર ચાલુ રહી. જૈનમાં મૂર્તિ–પૂજાની પાછળ જે પાખંડ-પ્રપચ પષાતા હતા તેને વિરોધ લોકાશાહે કર્યો અને સ્થાનકવાસી સંપ્રદાય અલગ ફંટાયા, હિંદુઓમાં પણ આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ, પ્રેમસમાજ તેમજ તત્ત્વજ્ઞાન સંસ્થા વગેરે પણ ધર્મ-સુધારણની ચળવળનાં પરિણામ રૂપે છે; એ નિઃસંદેહ છે.
ઈસાઈ ધર્મમાં આજે જે તપ, ત્યાગ અને સેવા તરફ વધુ ધ્યાન લોકોનું ખેંચાયું છે. તેનો શ્રેય ૧૮મી સદીમાં થઈ ગયેલ સંત-ફાંસિસને ફાળે જાય છે.
ખ્રિસ્તી ધર્મની ચર્ચાના ઊંડાણમાં જતાં આપણું સમક્ષ ત્રણ સમજવા જેવી વાત આગળ આવે છે - (૧) ઉપદેશ ગમે તેટલો સારે હોય પણ આચારમાં મૂકાવવા માટે સમાજનું ધોરણ પણ તૈયાર હોવું જોઈએ, પચે તેટલું આપવું જોઈએ. (૨) મૃત્યુ પહેલાં અનુયાયીઓનું જુથ ઊભું કરી જવું જોઈએ, જે બાદમાં પણ પિતાના કાર્યને આગળ ધપાવી શકે; અને (૩) અનુયાયીઓની દષ્ટિ વિશાળ અને વ્યાપક હોવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com