________________
૧૦૨
આ અંગે ઈશુના જીવનને એક દાખલો આપવામાં આવ્યું છે. એક બાઈને લઈ લોકો તેમની પાસે ન્યાય માગવા ગયા. ઈશુએ કહ્યું: “પચે જે ન્યાય કર્યો છે તેમાં ફેરફાર ન થવો જોઈએ. પણ એક વાત છે. બાઈએ ચારિત્ર્ય સંબંધી જે નૈતિક ભૂલ કરી છે, તેમાં તે એકલી નથી. બીજી ભૂલ કરનારને તે તમે કોઈ પણ સજા કરતા નથી ? તે છતાં પણ સજા કરવાનો અધિકાર કોને છે ? જેમણે આવી કોઈ ભૂલ જીવનમાં ન કરી હોય! એવી વ્યકિત આગળ આવી બાઈને સજા કરે !”
એટલું કહી ઈશું આંખ મીંચી ગયા. સૌ વિચારમાં પડી ગયા. કોઈ એ મનથી, તે કઈ એ તનથી તે કોઈએ વચનથી કોઈ પણ પ્રકારને દોષ તે કર્યો હતે. એટલે એક પછી એક સૌ ચાલ્યા ગયા.
ઈશુએ બાઈને કહ્યું: “સમજાયું ને?” બાઈ કહેઃ “હા ! હું ભૂલની માફી માગું છું.”
ઈશુએ કહ્યું : “ભગવાનના શરણે જા. તે તને માફ કરી દેશે!” ઈશુના જીવનને સાર:
ઈશુના જીવનમાંથી નીચેની ત્રણ વાતે મુખ્યત્વે સામે આવે છે –
(૧) તેમણે રાજાઓ, ધનિક અને પાપીઓને અલગ અલગ રીતે સંબોધીને માનવજાતને એક કરવાનો પ્રયાસ કર્યો. એટલે જ ઈસાઈ સમાજમાં રાજા અને પ્રજા, વાળંદ અને વકીલ દેવળમાં સરખા બેસે છે અને સહુ સરખા છે એ સિદ્ધાંત સ્થાપિત કર્યો. ગાંધીજીએ પણ આ સિદ્ધાંત પકડી લીધા હતા.
(૨) આજીવિકામાં અંતર ન હોવું જોઈએ. સૌને પેટ, પહેરણ અને પથારી મળવાં જોઈએ, પછી ભલે તે ગમે તે કાર્ય કરતો હોય.
(૩) સૌના ભલામાં આપણું ભલું છે. એકને એક આને મળે અને બીજાને બે આના મળે તે ઈર્ષા ન કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com