________________
૧૦૧
ગાંધીજીએ રશ્કિનના એ પુસ્તકમાંથી જે ભાવ લીધે તે “સર્વોદય” નામે છે. તેનું ગુજરાતી-હિંદી ભાષાંતર પણ થયું છે.
એમાં એક દાખલો આપવામાં આવ્યો છે. એક જમીનદારને દ્રાક્ષની વાડી હતી. દ્રાક્ષ ઉતારવા મજુરની જરૂર હતી. એટલે મજૂર શધવા બજારમાં ગયો. ત્યાંથી એક આને નક્કી કરી મજૂર લઈ આવ્યો. બપોરના બીજા મજૂર લાવ્યો. સાંજના પણ કેટલાક મજૂર લઈ આવ્યો. છેલ્લે કામ છુટવાના એક કલાક અગાઉ પણ કેટલાક બેકારોને લઈ આવ્યો. જે સૌ છૂટા થયા ત્યારે દરેકને સરખી મજૂરી ચૂકવી આપી. સવારથી કામ કરનારને સરખી અને સાંજના આવ્યા તેમને પણ સરખી. એટલે પેલા મજૂરોને ઈર્ષા થઈ
જમીનદારે કહ્યું : “તમારી સાથે જે બેલી કરી હતી તેટલી તમને ચૂકવાય છે. બીજાને શું આપવું તે મારે જોવાનું છે. બીજાને વધારે અપાય તેમાં તમારે અન્યાય ન માનવો જોઈએ. બીજાની ઈર્ષ્યા ન કરવી જોઈએ. દરેકને રોટલો-મેળવવાને એટલે જ અધિકાર છે.”
(૪) ચોથી વાત એ કરી કે “પ્રભુ ઉપર વિશ્વાસ રાખે! તે બધાનું ભલું ઇચ્છે છે. મા જેમ દરેક બાળકનું ધ્યાન રાખે-સરખો પ્રેમ રાખે છે. છેલ્લા ઉપર વધુ પ્રેમ હોય છે, કારણ કે અગાઉના પાછળ તે તેણે જિંદગી ખર્ચા છે. છેલ્લાને હજુ એ લાયક બનાવવાનું છે. તે વાતને લોકોએ અમલમાં મૂકવી જોઈએ. અને જેને ન મળતું હોય તેને કામ ખાસ કરીને આપવું જોઈએ.”
(૫) પાંચમી મહત્વની વાત કહી કે ભૂલ થઈ હોય તે પસ્તા કરો. પ્રભુની પાસે બેસીને એકરાર કરે. અઠવાડીએ એકવાર પ્રભુના મંદિરમાં જાવ, પસ્તા જેને થાય છે તે પાપી પણ નિર્મળ બની શકે છે. પાપીઓને એક વખતના પાપ માટે ન ધિક્કારે; કારણ કે નાનુંમોટું કોઈને કોઈ પાપ દરેકે જીવનમાં કર્યું હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com