________________
તેણે સર્વપ્રથમ માનવ-માનવ વચ્ચેના ભેદભાવ નકામા છે, એમ જાહેર કર્યું.
તેની સાથેના માણસોએ કહ્યું: “આ કાનું પાણી પીવો છો?”
ત્યારે, ઈશુએ એટલું જ કહ્યું: “માણસના હાથે કુદરતનું આપેલું પાણી પીઉં છું. તેમાં મને ભેદભાવ જણાતું નથી.”
આપણે એક તરફ “મામ સર્વભૂતેષુ”ની વાત કરીએ છીએ ત્યારે બીજી બાજુ પડછાયો પણ ન લઈએ—તેમને ખ્રિસ્તી ધર્મને આ ભેદભાવ વગરને સિદ્ધાંત સમજવા જેવું છે. એટલે જ ખ્રિસ્તી લોકો ભેદભાવ કે આભડછેટ વગર દૂર દૂરથી આવીને સેવા કરી શકયા છે અને લોકોને આકર્ષી શક્યા છે. હિંદુધમેં આ વાત સમજવા જેવી છે અને તેણે તે અન્ય ધર્મના સિદ્ધાંત પચાવ્યા છે. ત્યારે સેવાને આ સિદ્ધાંત સર્વ સાધુસમાજે ખાસ પ્રેરવા જેવું છે. થોડાક રામકૃષ્ણ મિશનના સેવકોએ જોકે આ કાર્ય ઉપાડ્યું છે પણ આ કામ તે સમસ્ત લોકોએ ઉપાડવાનું છે અને તેમની સેવાને લાભ ભેદભાવ વગર દરેકને મળે, અને સાથે જ માનવ માનવ વચ્ચેના ભેદભાવ તૂટે એ ખાસ જાવાનું છે.
ઈશુના જીવન ઉપર જરાક આગળ વધીએ. ત્યારબાદ તે ચાલીશ દિવસ સુધી ઘેર તપ કરે છે. જે જે મહાપુરૂષો થઈ ગયા છે તેમણે આત્મ સંશોધન; લેક પરિચય, પ્રવાસ અને મને મંથન કરેલાં છે. ભગવાન મહાવીરે પણ સાડાબાર વર્ષ તપ કરેલું; બુદ્ધ છ વર્ષ તપ કરેલું. ઈશું પણ ચાલીસ દિવસનું તપ કરે છે. શરીર અને ચેતન જુદાં છે એવું ભાન થાય ત્યારે જ સાચો ધર્મ પ્રાપ્ત થઈ શકે છે. ચામડી ઉતારી લે તે પણ દેહની વેદના ચેતનને અસર ન કરે, એવો સમભાવ પ્રાપ્ત થાય ત્યારે જ સત્યધર્મ પ્રાપ્તિની પરીક્ષામાં પાસ થવાય.
ઈશુને પોતાના આ સિદ્ધાંત માટે આકરામાં આકરી પરીક્ષા આપવી પડે છે. તે શારીરિક ભોગ-વિલાસની સાધનારૂપી પ્રચલિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com