________________
અન્યાય, અત્યાચારો અને શોષણે તેમના સુપ્ત હૃદયને જગાડે છે. ઈશ્વર અને તેના દેવીપુત્ર તરીકે રાજા અને તેને સર્વસ્વ માનીને ચાલનારી ખુશામદ કરતી કર્મકાંડ-પ્રિય પુરોહિતેની ધર્મ સંસ્થાઓના આચાર-વિચાર નવા મનોમંથને જગાડે છે. તમાચાના બદલે તમારો અને આંખના બદલે આંખની બદલાવાળી લોકનીતિના કારણે પરસ્પર વધતા જતે વેરભાવ અને અંતે સુખશાંતિને અભાવ. આ આખી પરિસ્થિતિએ ઈશુના જીવનમાં આમૂળ પરિવર્તન આણ્યું. તેમને લાગ્યું કે નીડર થઈને આગળ વધવાને સમય આવી રહ્યો છે અને એના માટે તેમના જેવાએ પહેલ કરવી જોઈએ.
તે વખતે યહુદી અને સમારિયન બે જાતે હતી અને આપણે ત્યાં સવર્ણ અને હરિજન છે તેમ એ લોકોમાં યહુદી સમારિયનના હાથનું પાસું નેહતા પીતા. ઈશુ યહુદી હતા.
એકવાર તે બે ત્રણ મિત્ર સાથે જેરૂસલેમ જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં તેમને તરસ લાગે છે. એક બાઈ કૂવા ઉપર પાણી ભરવા આવે છે. ઈશ ત્યાં જઈને કહે છે: “બહેન! પાણી પા!”
બાઈ સમારિયન હતી. તેણે ઈશુને ચહેરે જઈને કહ્યું: “ભાઈ તું યહુદી લાગે છે. હું સમારિયન છું. શું તને મારું પાણી કામ લાગશે.?”
ઈશુએ કહ્યું: “બહેન ! તું અને હું સરખા જ છીએ.... લોહી બધામાં સરખું છે, માંસ સરખું છે અને ભગવાને પાણી ઉપર કોઈ છાપ નથી મારી કે આ યહુદીનું છે કે આ સમારિયનનું છે. માટે તું પાણી પા! ઈશુ જેમ કેઈની સાથે ભેદભાવ કરતો નથી તેમ તું પણ ના કરીશ.”
જેકે ઈસાઈઓ આનો અર્થ જૂદો કરે છે કે બાઈએ ઈશુની તસ્ય છિપાવી તેથી ઈશુ ભગવાને બઈની ભવની તરસ મટાડી. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com