________________
રામકૃષ્ણ પરમહંસે નાનપણથી જ સ્વ સાધના કરી અને સાચી - સાધના આગળ વધતાં આપોઆપ પાખડ તૂટવા માંડ્યું. એમણે મેટા મેટા વેદાંતીઓને પણ ઠેકાણે લાવવા જેવી પરિસ્થિતિ ઊભી કરી. તેમણે એટલી આત્મીયતા ઊભી કરી કે મથુરબાબુ નામના માણસની વેદના પિતે ઝીલી લીધી.
વિનય અને પ્રેમ ગમે તેવા વિરોધ અને દેશ વચ્ચે સહેજે સધાયાં એટલે સર્વધર્મ સમન્વય સહેજે આવે. મા જેમ બાળકના - ચહેરાને વાંચી શકે છે; પતિ કે પત્ની પરસ્પરના હૃદયને સહેજે પારખી - શકે છે, તેમ સર્વધર્મ સમન્વયી સાધક બધા ધર્મોનાં સત્ય પિતીકો કરશે; કારણ કે તેની એમાં ઓતપ્રોતતા હશે. એટલે સાથે સાથે પેઠેલાં પાખંડી તને પરિહરશે.
અમારા વિદ્યાથીઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ અને નક્કી કર્યું: “હવેથી ફલાણી જગ્યાએ અનાજ ન મોકલવું.” પણ તેજ વિદ્યાર્થીઓ સમજાવટથી સમજી ગયા. અનાજ અટકાવ્યું નહીં પણ એ ભક્તની જગ્યાઓને લખ્યું...” ૧૯૫૬ સંવત પછી જે હેતુએ ભકતએ આ પવિત્ર કાર્ય શરૂ કર્યું તે તે સાચું કર્યું હતું, પણ હવે જમાનાને ઓળખીને કામ આપી પછીજ ખવડાવવાનું થવું જોઈએ.” ભલે ઉદ્યોગ ધંધા તરત ચાલુ ન થયા પણ દવાખાનાની વાત તે જગ્યાઓને સૂઝી. ટુંકમાં સદશ તોડ્યો નહીં અને અસદશ તૂટવાની શરૂઆત થઈ.
મુનિશ્રી સંતબાલજીઃ “સારી નવી પ્રક્રિયાઓ ઊભી કરવી એટલે ખોટી ક્રિયાઓ છૂટશે અને જે ધર્મ, ગુરુ અને મૂળ સંપ્રદાય તરફની ઊંડી જનશ્રદ્ધા પડેલી છે એને આંચ નહીં આવે. આ ચર્ચામાં આપણે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે જે ધર્મસંપ્રદાયની કોઈ
વ્યક્તિ આ શિબિરમાં હાજર નથી તેમના સંપ્રદાય કે ધર્મની વાત -- અંગે ખૂબ ઉદાર રહેવું.
(૧૨-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com